Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

૨૯ માર્ચે સમસ્ત પ્રજાપતિ સમાજનો પસંદગી મેળો : ૩૦૦ યુવક - યુવતીઓ ભાગ લેશે : આલ્બમ પણ અપાશે

રાજકોટ, તા. ૨૯ : પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૯ માર્ચના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૩૦૦ જેટલા યુવક - યુવતીઓ ભાગ લેશે.

આ જીવનસાથી પસંદગી મેળામાં લાઈવ વિડીયો ડેમોસ્ટ્રેશન, સ્ટેજ ડિઝાઈનીંગ, કોમ્પ્યુટરાઈઝડ પ્રેઝન્ટેશન મેનેજમેન્ટ તેમજ મોડેલીંગ ફોટોગ્રાફીનો ડીઝીટલ પ્રિન્ટીંગ આલ્બમ ભેટરૂપે આપવામાં આવશે. આ પસંદગી મેળા માટે ફી રૂ.૭૦૦ રાખેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રોજેકટ ચેરમેન રવિભાઇ પ્રજાપતિ, દિલીપભાઈ લખતરીયા, કો-ઓર્ડીનેટર પુનિત ધોકીયા, મનીષ જોટાણીયા, બ્રિજેશ નેના, પુનિત ભલસોડ, વિવેક લાડવા, હિમાંશુ જાદવ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૯૦૯૧ ૦૯૫૨૦ ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:33 pm IST)