Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાજકોટના ડાન્સરો ઝી ઇટીસીમાં ચમકશે

'મેડ ફોર ડાન્સ' શો માટે હોપ ધ ડાન્સ સ્ટુડીયોની ટીમનું સીલેકશન

રાજકોટ તા. ૨૯ : ઝી ઇટીસીમાં શરૂ થવા જઇ રહેલ નવા જ ડાન્સ શો માટે રાજકોટના યુવા ડાન્સરોની પસંદગી થઇ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા યુવા ડાન્સર ઓમ નાગર અને શ્યામ મહેતાએ જણાવેલ કે અમો આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર ૨/૯ ખાતે હોપ ધ ડાન્સ સ્ટુડીયો ચલાવી રહ્યા છીએ. ડાન્સ ક્ષેત્રની અત્યાધુનિક સ્ટાઇલો અહીં અજમાવાઇ રહી છે.

ત્યારે ઝી-ઇટીસી દ્વારા શરૂ થવા જઇ રહેલ નવા ડાન્સ શો 'મેડ ફોર ડાન્સ' માટે અમારી પસંદગી થતા અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. અમારી ટીમના ૭ બાળકો દિલ્હી ખાતે પરર્ફોમ આપવા જશે.  જેમાં હોપ ધ સ્ટુડીયોના સંચાલક ઓમનગર, કોરીયોગ્રોફર શ્યામ મહેતા, સ્ટુડન્ટ ઇચ્છા મહાજન, નિયતિ શેઠ, શ્રીયા લાઠીયા, પાર્થ જોષી, રાધિકા પીઠડીયા અને દુષ્યંત દવેનું સીલેકશન થયુ છે.

ટીવી પડદે પરફોર્મ આપવા જઇ રહેલ આ ટીમને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા હોપ ધ ડાન્સ સ્ટુડીયોના ઓમ નાગર, શ્યામ મહેતા, કુપાબેન નાગર અને બાળ કલાકારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)