Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

કાલે સમસ્ત કોરાટ પરિવારનું સ્નેહમીલનઃ દાતા- વિદ્યાર્થી- વિશિષ્ટ સન્માનઃ પ્રથમ વખત આયોજન

રાજકોટ,તા.૨૯: સમસ્ત કોરાટ પરીવાર રાજકોટ દ્વારા પ્રથમ ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આવતીકાલે તા.૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે સેરેમની કલબ, મોટા મવા કાલાવડ રોડ રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા કોરાટ પરિવારના પ્રમુખશ્રી વિજયભાઈ કોરાટ (મો.૯૮૯૮૭ ૦૦૦૫૦), ઉપપ્રમુખ- જયેશભાઈ જગજીવનભાઈ, સંજયભાઈ મુળજીભાઈ, જયદીપભાઈ નીલેશભાઈ, મહામંત્રી જયદીપભાઈ વિનુભાઈ, મંત્રી ધર્મેશભાઈ પરસોત્તમભાઈ, પ્રવીણભાઈ બાબુભાઈ, ઉપમંત્રી રાજેશભાઈ ગંગાદાસભાઈ, કલ્પેશભાઈ ચતુરભાઈ, ખજાનચી- ભુદરજીભાઈ બચુભાઈ, સેક્રેટરી રક્ષીતભાઈ દર્શકભાઈ તેમજ પંકજભાઈ ગોવિંદભાઈ કોરાટ જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમ મુખ્ય મહેમાનો તરીકે પ.પૂ.કરશનદાસ બાપુ (પરબધામ), જયેશભાઈ રાદડિયા કેબીનેટ મંત્રી, ઉપરાંત પરિવારના મોભી જસુમતીબેન કોરાટ, પ્રિયવદનભાઈ કોરાટ, પ્રશાંતભાઈ કોરાટ, તેમજ અન્ય જીલ્લામાંથી પણ કોરાટ પરિવારના આગેવાનો આ કાર્યક્રમાં ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે કુલ ૩૯ દાતાશ્રીઓનું ઉપરાંત પરિવારના ડોકટર, વકીલ, પોલીસ કોન્ટેબલ અને એન્જીનીયરમાં કુલ ૨૭ અને પરિવારના કુલ ૧૧૯ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે.

આ ઉપરાંત સમસ્ત કોરાટ પરિવાર- રાજકોટ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફિ, હોસ્પિટલ ખર્ચ, પિતા વગરની, દીકરીના લગ્ન સમયે આર્થિક સહયોગ સહિતની પ્રવૃતિઓ કરી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે  મો.૯૭૨૭૨ ૧૮૭૮૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)