Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મનહરપ્લોટમાં સરોજબેન પાંભરના પર્સની ઝોંટઃ આઇફોન અને સવાસો રૂપિયા ગયા

મનમોહન ડેરી પાસે બનાવઃ બાઇક પર આવેલા બે શખ્સો ચિલઝડપ કરી ભાગી ગયા

રાજકોટ તા. ૨૯: મંગળા રોડ પર રહેતાં પટેલ મહિલા બાલાજી મંદિરેથી દર્શન કરી ઘરે આવી રહ્યા હતાં ત્યારે મનહરપ્લોટમાં બાઇક પર આવેલા બે શખ્સો તેમના ખભેથી પર્સ ખેંચી ભાગી જતાં ફરિયાદ કરી છે. પર્સમાં એપલ આઇફોન અને રોકડા રૂપિયા સવાસો હતાં.

એ-ડિવીઝન પોલીસે મનહર પ્લોટ-૧૧/૧૫માં મંગળા રોડ પર રહેતાં સરોજબેન મનસુખભાઇ પાંભર (ઉ.૫૫)ની ફરિયાદ પરથી કાળા બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ચિલઝડપનો ગુનો નોંધ્યો છે.

સરોજબેનના કહેવા મુજબ તેઓ ૨૫મીએ સવારે સાડા સાતેક વાગ્યે બાલાજી મંદિરે દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે મંગળા રોડ પર શેરી નં. ૯/૧૦ના ખુણે મનમોહન ડેરી પાસે પહોંચ્યા તે વખતે પાછળની સાઇડથી બાઇક પર બે શખ્સ આવ્યા હતાં. બાઇક ચાલકે તેમના ખબા પર ટીંગાડેલા પર્સની ઝોંટ મારી લીધી હતી અને બંને ભાગી ગયા હતાં.

પર્સમાં એપલ કંપનીનો આઇફોન સિકસએસ મોડેલનો તથા રૂ. ૧૨૫ રોકડા હતાં. મોબાઇલ ફોનની કિંમત ૨૫ હજાર રૂપિયા થાય છે. એએસઆઇ આર. આર. સોલંકીએ આ બારામાં ગુનો નોંધતાં વધુ તપાસ પીએસઆઇ એ. જી. અંબાસણાએ હાથ ધરી છે.

(1:08 pm IST)