Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દવા લેવા પૈસા માંગતા સોનીયાને પતિ ભાવેશ બેફામ માર માર્યો

બંનેના બીજા લગ્ન છેઃ શ્રીનાથજી સોસાયટીનો બનાવ

રાજકોટ તા. ૨૮: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૭માં રહેતી સોનીયા ભાવેશ પટેલ (ઉ.૨૨)ને પતિ ભાવેશે ઢીકા-પાટુનો માર મારી મોઢુ દબાવી દઇ વધુ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

સોનીયા મુળ નેપાળી છે. અગાઉના પતિથી અલગ પડ્યા પછી એક પરિચીત મારફત ભાવેશ પટેલ સાથે સાત મહિના પહેલા જ બીજુ ઘર કર્યુ છે. ભાવેશનું પણ આ બીજુ ઘરે છે. સોનીયાને આગલા ઘરની એક દિકરી છે. ભાવેશ લાદી કામ કરે છે. સોનિયાએ આક્ષેપો સાથે કહ્યું હતું કે પોતાની તબિયત સારી ન હોઇ દવાના પૈસા માંગતા પતિએ ઝઘડો કરી મારકુટ કરી હતી.

(1:06 pm IST)