Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ન્યુરો સર્જન કેમ્પ કાલે નાગર બોર્ડિંગ હોલમાં સેવાકીય આયોજન

ડો.હેમાંગભાઈ વસાવડા અને ડો.હાર્દ વસાવડા આપશે માનદ્સેવા : યુવા ટીમ અકિલાના આંગણે

સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ન્યુરો સર્જન કેમ્પનું થયેલ આયોજન અંગે વિગતો આપતા સંસ્થાના હોદ્દેદારો તસ્વીરમાં નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ : શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આવતીકાલે તા,1ને રવિવારે સવારે ન્યુરો સર્જન કેમ્પનું નાગર બોર્ડિંગ હોલમાં અનેરું સેવાકીય આયોજન થયેલ છે જેમાં જાણીતા ડો,હેમાંગભાઈ વસાવડા અને હાર્દ વસાવડા માનદ્સેવા અપાશે,

 સંસ્થાના તરવરિયા યુવા અગ્રણી જીગ્નેશભાઈ વાગડિયાએ અકિલા કાર્યાલયે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કાલે રવિવારે સંસ્થા દ્વારા આયોજિત ન્યુરો સર્જન કેમ્પમાં મગજની બીમારી, આંચકી, કરોડરજ્જુ,જુના દુખાવા,માથાની ઇજા,મગજની ગાંઠો,લકવો,મણકાનો દુખાવો,નસના રોગો સહિતનું નિઃશુલ્ક ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

 વધુમાં જણાવ્યું હતું કે કેમ્પમાં સૌરાષ્ટ્ર -ગુજરાતના જાણીતા ડો,હેમાંગભાઈ વસાવડા અને હાર્દ વસાવડા સેવા આપશે ઉક્ત દર્દીઓના નિદાન બાદ આગળની સારવાર માટે પણ સંસ્થા પ્રયત્નશીલ રહેશે અને ડોક્ટર સાહેબ પણ તેઓને રાહતદરે સારવાર કરાવી આપશે,કેમ્પમાં રાજકોટ ઉપરાંત બહારગામના દર્દીઓએ પણ નામ નોંધણી કરાવી છે કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવા માટે ( મોં, 97233 90909 ) નો સંપર્ક સાધી શકાય છે

  કેમ્પનું ડો,હેમાંગભાઈ વસાવડા,ભાયાભાઇ સાહોલિયાં,અશોકભાઈ ઝીંઝુવાડિયા,પ્રભુદાસભાઇ પારેખ અને ચમનભાઈ લોઢીયા દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ધઘાટન કરશે આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડો,હર્ષિત રાણપરા,ચમનભાઈ પાટડીયા ,કનુભાઈ પાટડીયા ,નવનીતભાઈ પાટડીયા ,રાજુભાઈ રાણપરા,વર્ષાબેન રાણપરા,પદમાબેન આડેસરા,રંજનબેન પારેખ,પુનિતાબેન પારેખ,પ્રફુલ્લાબેન સોની,રવિકુમાર સૈની,દિનેશભાઇ પારેખ ( દિનુમામા ) અરવિંદભાઈ પાટડીયા ,કેતનભાઈ આડેસરા,હસમુખભાઈ મોડેસરા,કિશોરભાઈ બારભાયા ,ધર્મેશભાઈ પારેખ, કૈલાશભાઈ રાજપરા, મયુરભાઈ આડેસરા,મનીષભાઈ પાટડીયા ,વિનુભાઈ પારેખ,દિલીપભાઈ આડેસરા,હિતેષભાઇ ચોક્સી,વિનુભાઈ વઢવાણા ,નયનભાઈ રાણપરા,સુરેશભાઈ પારેખ,અશ્વિનભાઈ રાણપરા,મુકેશભાઈ ઝવેરી,નિલેશભાઈ લુંભાણી ,જગદીશભાઈ વાગડીયા,જસુભાઈ સોની સહિતના ઉપસ્થિત રહેશે

  કાર્યક્રમને સફળ બનાવવા માટે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા,ઉપપ્રમુખ રાજેશ પાટડીયા ,સહમંત્રી હરેશભાઇ ભુવા ,ખજાનચી શૈલેષભાઇ પાટડીયા પરેશભાઈ પાટડીયા નિલેશભાઈ જડીયા,કેતનભાઈ પાટડીયા ,કલ્પેશભાઈ પારેખ,હિતેષભાઇ વાગડીયા,રવિકાંતભાઈ વાગડીયા,શોભનભાઈ પારેખ,ભાવેશભાઈ પાટડીયા ,અનિલભાઈ આડેસરા,ભાવિનભાઈ વાગડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે

(12:26 pm IST)