Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજકોટના રૂખડીયાપરામાં મરાઠી યુવાન મયંક શિંદેની ગળા પર છરી ઝીંકી હત્યા: ડાડો નામના શખ્સે હુમલો કર્યાની વાતે તપાસનો ધમધમાટ

dir="auto">
રાજકોટઃ શહેરના રૂખડીયાપરામાં હત્યાની ઘટના બની છે. રૂખડીયાપરા ફાટક પાસે રહેતાં મયંક શ્રીકાંતભાઈ શિંદે ઉ.વ.21 નામના યુવાનને તે ઘરે હતો ત્યારે અજાણ્યા શખ્સે ગળા પર છરીનો ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ અહીં મૃતદેહ જ પહોંચ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પ્ર. નગર પોલીસની ટીમે હોસ્પિટલ અને બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુલેમાન ઉર્ફ ડાડો નામના શખ્સે હુમલો કર્યાની વાતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(5:13 pm IST)