Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ઢેબર રોડ પરથી શંકાસ્‍પદ મીઠા માવાનો ૧૪૦ કિલો જથ્‍થો પકડતુ મનપા તંત્ર

કોઠારિયા રોડ પર ૪૩ ખાણી-પીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૪ને લાયસન્‍સ બાબતે નોટીસઃ જાહેરમાં ગંદકી કરનાર ૧૪ ઝડપાયાઃ પાંચ હજારનો દંડઃ ૧૫૩ બોર્ડ - બેનર જપ્ત

રાજકોટ, તા. ર૯ :  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સેન્‍ટ્રલ ઝોનમાં લીમડા ચોકથી જયુબેલી સુધીના રોડ ખાતે ફૂડ, સોલીડવેસ્‍ટ, બાંધકામ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઠારિયા રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિકોઅીન ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૩ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્‍યાન ૪ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. તેમજ ઢેબર રોડ પરથી શંકાસ્‍પદ ૧૪૦ કિલો મીઠા માવાનો જથ્‍થો પકડી નમૂના લેવામાં આવ્‍યા છે.  
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગ
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સોરઠિયા વાડી સર્કલ થી કોઠીરિયા રોડ હાઇવે વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૩ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્‍યાન ૦૪ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપી હતી. આ ઉપરાંત મળેલ માહિતી અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી ચકાસતા ઇકો વાહનમાં ડ્રાઇવર રાવલિયા હરદાશભાઈ ભીખાભાઇ(રહે. બાલોચ તા. કુતિયાણા જી. પોરબંદર) દ્વારા રાજકોટ શહેરમાં લાવવામાં આવેલ પૂછપરછ કરતાં તેઓએ આપેલ નિવેદન મુજબ શંકાસ્‍પદ જથ્‍થો હિરેનભાઇ મોઢા ગામ : મરમઠ તા. માણાવદર જી. જુનાગઢની માલિકીનો છે. અને તેમના દ્વારા વેચાણ થાય છે.  દૂધમાથી બનાવેલ મીઠા માવા તથા થાબડીના કુલ અંદાજિત ૧૪૦ કિલો જથ્‍થો જપ્ત કરેલ. તથા દૂધમાથી બનાવેલ મીઠો માવો (લુઝ)  અને દૂધમાથી બનાવેલ થાબડી મીઠાઇ (લુઝ)  ઢેબર રોડ ખાતેથી નમૂના લેવામાં આવ્‍યા છે.
જાહેરમાં ગંદકી કરનાર ૧૪ દંડાયા
વન વીક વન રોડ અંતર્ગત ઈસ્‍ટ ઝોનમાં સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ચોકડી સુધીના રોડ પર જાહેરમાં કચરો ફેકનાર - ગંદકી કરવા સબબ કુલ ૧૪  પાસેથી રૂ. ૫,૨૫૦ᅠકચરાપેટી - ડસ્‍ટબીન ન રાખવા સબબ કુલ ૦૩ આસામીઓ પાસેથી રૂ. ૯૫૦, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા - ઉપયોગ કરવા સબબ કુલ ૩૭ પાસેથી રૂ. ૨૩,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ ૫૪ લોકો પાસેથી રૂ. ૨૯,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
૧૫૩ બોર્ડ - બેનર જપ્‍ત
વન વીક વન રોડ અંતર્ગત ઈસ્‍ટ ઝોનમાં સોરઠીયા વાડી સર્કલ થી કોઠારીયા ચોકડી સુધીના રોડ ખાતેથી દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી-કેબીનની સંખ્‍યા - ૦૩, જપ્ત કરેલ પરચુરણ માલસામાન - ૦૧ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર - ૧૫૩ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

 

(5:38 pm IST)