Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

પ્રેમિકાને આપઘાત કરવાની ફરજ પાડવા અંગેના ગુનામાં પ્રેમીની જામીન અરજી નામંજુર

આરોપીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીએ આપઘાત કરી લીધેલ

રાજકોટ, તા. ૨૯ ઃ. અત્રે મોચીબજાર ખાડા પાસે હનુમાન દાદાના મંદિર પાસે પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા પાયલબેન નામની યુવતિએ એસીડ પી લઈને આપઘાત કરી લીધાની મૃતકની માતા હંસાબેન સુરેશભાઈ વાઘેલાની ફરીયાદના અનુસંધાને પકડાયેલ અહીંના રેલનગરમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા આરોપી આકાશ રમેશભાઈ પરમારે જામીન પર છૂટવા કરેલ અરજીને સેશન્સ કોર્ટે રદ્દ કરી હતી.

ફરીયાદની હકીકત મુજબ આ કામના અરજદાર આરોપીને મરણ જનાર સાથે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને આ કામના આરોપીએ મરણ જનાર પાયલબેનને લગ્ન કરવાની ના પાડી હેરાન-પરેશાન કરી માનસિક દુઃખ-ત્રાસ આપી મરણ જનારે પોતાના ઘરે એસીડ પી જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ.

આ કામમા અરજદારનું પ્રથમથી એફઆઈઆરમાં નામ હતુ. મરણ જનારે ડીડીમાં પણ અરજદારે તેમની સાથે લગ્ન કરવાની ના પાડેલી અને પોલીસ રૃબરૃના નિવેદનમાં પણ અરજદારે લગ્ન કરવાની ના પાડી તેવુ જણાવેલ. ફરીયાદીએ તેની ફરીયાદમાં જણાવ્યુ કે મારી દીકરીએ મને જણાવેલ કે આકાશે લગ્ન કરવાની ના પાડી કહેલ કે મારે બીજા સાથે લગ્ન કરવા છે, તું બીજા સાથે લગ્ન કરી લે. તું મરી જા, મને શું ફેર પડે ? તેવી હકીકત ફરીયાદી ફરીયાદમાં લખાયેલ છે તે હકીકત ધ્યાને લઈ જજશ્રી એચ.એન. પવારે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામમાં સરકારી વકીલ બીનલ અશોકભાઈ રવેશીયા રોકાયા હતા.

(3:41 pm IST)