Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

બેડી ગામમાં બનાવઃ કામે જવાનું કહેતાં તારાબેનને પતિ અને જેઠે મારકુટ કરી

રાજકોટ તા. ૨૯: બેડી ગામે રહેતી તારાબેન સાગર બેરા (ઉ.૨૭)ને પતિ સાગર વેરશીભાઇ અને જેઠ સંજય વેરશીભાઇએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

તારાબેનના માવતર આજીડેમ ચોકડી પાસે રહે છે. તેણીના લગ્ન પાંચ સાત વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે.  પતિને અગાઉ હોટેલ હતી. જે ગત ૧૪મીએ બંધ કરી દીધી હતી. હવે તે કામે જતો ન હોઇ પત્નિએ કામે જવાની વાત કરતાં ઝઘડો કરી પતિ-જેઠે મારકુટ કર્યાનો આક્ષેપ  કરાયો હતો. તારાબેન પીએસઆઇની પરિક્ષાની તૈયારી કરે છે.

(2:45 pm IST)