Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધોરાજીના ભુખી ગામમાં વરલી ફીચરનો જુગાર રમતો ધીરેન પકડાયો

રાજકોટના પિયુષ ઠક્કરની શોધખોળ

રાજકોટ,તા. ૨૯ : ધોરાજીના ભુખી ગામમાં મોબાઇલ ફોનમાં આંકડા લખી વોટસએપ મેસેજ કરી વરલી ફીચરનો જુગાર રમતો શખ્સને ધોરાજી પોલીસે પકડી લીધો હતો.મળતી વિગત મુજબ ધોરાજીના ભુખીગામમાં એક શખ્સ જુગાર રમતો હોવાની બાતમીના આધારે ધોરાજી પોલીસ મથક એ.એસ.આઇ એચ.બી.ગરેજા તથા કોન્સ. જયસુખભાઇ સહિતે ભુખી ગામમાં લીમડા ચોક પાસે મોબાઇલ  ફોનમાં આંકડા લખી વોટ્સએપ મેસેજ કરી વરલી ફીચરનો જુગાર રમતો ધીરેન ગોવિંદભાઇ વાછાણી (ઉવ.૩૫) (રહે.ભુખીગામ તા.ધોરાજી)ને પકડી લઇ રૃા.૨૦૦૦ રોકડ તથા મોબાઇલ મળી રૃા.૫૦૦૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જ્યારે રાજકોટના પીયુષ ઠક્કરની શોધખોળ હાથ ધરી છે. (૨૨.૧૦)

(2:32 pm IST)