Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

શહેરમાં બપોર સુધીમાં કોરોનાના ૨૯૦ કેસ : ૩ મોત

છેલ્‍લા છ દિવસમાં ૧૩ મૃત્‍યુ નોંધાયાઃ ગઇકાલે ૧૪૯૯ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો : કુલ આંક ૫૯,૯૩૬ એ પહોંચ્‍યો : હાલ ૭૪૨૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯ : શહેરમાં કોરોના કેસ અને મૃત્‍યુ આંકમાં સતત વધારો થતો જાય છે. છેલ્લા ૨૮ દિવસમાં કોરોના કેસનો કુલ આંક ૧૬ હજારે પહોંચ્‍યો છે અને છેલ્લા ૬ દિવસમાં કોવિડથી ૧૩ મોત થયાનું તંત્રનાં ચોપડે નોંધાયુ છે. ત્‍યારે આજે બપોર સુધીમાં ૨૯૦ કેસ  અને ૩ મોત નોંધાયા છે.
બપોર સુધીમાં ૨૯૦ કેસ
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૨૯૦  કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૫૯,૯૩૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૫૧,૮૬૩ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૪૮૦૨ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૯૫૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧૯.૯૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૫૪,૯૧૧ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૫૯,૯૩૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૩ ટકા થયો છે. રિકવરી રેટ ૮૬.૪૪ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૧૪૯૯ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. હાલ ૭૪૨૩ દર્દીઓ સારવારમાં છે.
છેલ્‍લા ૬ દિવસમાં ૧૩ મોત
શહેરમાં છેલ્લા ૬ દિવસમાં ૧૩ કોરોના દર્દીઓના મૃત્‍યુ થતાં ફફડાટની લાગણી ફેલાઇ છે. જેમાં તા.૨૪નાં ૨, તા.૨૬નાં ૧, તા.૨૭નાં ૩, તા.૨૮નાં ૪ તથા તા.૨૯ બપોર સુધીમાં ૩ સહિત કુલ ૧૩ સારવાર હેઠળનાં દર્દીઓએ જીવ ગુમાવ્‍યા છે.
 

(3:32 pm IST)