Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પોલીસ હેડ કવાર્ટરમાં શિવલીંગ અને શ્રીકૃષ્ણ રાધેના મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવતાં ભકતજનોમાં રોષ

રાજકોટઃ આજે સાંજે આ લખાય છે ત્યારે સાડા ત્રણથી ચાર આસપાસ રેસકોર્ષ રીંગ રોડથી પોલીસ હેડકવાર્ટરમાં પ્રવેશતા દ્વારથી ગણતરીના અંતરે આવેલુ શિવજીનું ખુલ્લુ મંદિર તથા રાધે કૃષ્ણના મંદિર ઉપર કોઇ અકળ કારણોસર સરકારી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવતાં નિવૃત કર્મચારીઓ અને ભકતજનોમાં રોષની લાગણી પ્રસરી છે. છેલ્લા ચારેક વર્ષથી આ જગ્યાએ ખાસ કરીને નિવૃત કર્મચારીઓએ ખાલી પડેલી અને કોઇને નડતરરૃપ ન હોય તેવી નાની એવી જગ્યામાં આ મંદિરનું નિર્માણ જાત મહેનતથી કર્યુ હતું અને સવાર-સાંજ દર્શન પુજન કરી ભજન કિર્તન કરવામાં આવતાં હતાં. આ નાના એવા મંદિર ઉપર કયા કારણોસર બુલડોઝર ફેરવી દેવાયું? તેવો પ્રશ્ન કોઇ ઉચ્ચ અધિકારીઓ પાસે કરી શકતું નથી. પણ અંદરખાને રોષ પ્રવર્તી રહ્યો છે. પોલીસ હેડકવાર્ટરમાં જ આવેલા અન્ય ધાર્મિક સ્થાનોનો વિકાસ સોૈને ઉડીને આંખે વળગી રહ્યો છે ત્યારે આ ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડતી ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. (૧૪.૧૫)

(4:39 pm IST)