Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગોપાલનગરમાં બે મિત્રો સાથે ૧.૪૦ લાખની ઠગાઇ કરનારા હર્ષની ધરપકડ

રાજકોટ, તા. ર૯ : ગોપાલનગરના પાના ધંધાર્થી રજપૂત યુવાન અને તેના મિત્ર પટેલ યુવાન સાથે ક્રેડીટ કાર્ડ કઢાવી દેવાનું કહી કાર્ડમાંથી રૂ.૧.૪૦ લાખની ઉચાપત કરી છેતરપીંડી આચરનાર પટેલ શખ્સની ભકિતનગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ ગોપાલનગરમાં રહેતા અને સુર્યમુખી પાનની દુકાનમાં પાન મસાલાનો વેપાર કરતા અજયભાઇ મનજીભાઇ મારૂ (ઉ.વ.૪પ)ના ઘર આસપાસ હર્ષ ભરતભાઇ ભાલાળા દુધનો વેપાર કરતો હોઇ તે અજયભાઇના ઘરે દૂધ આપવા માટે આવતો અને કયારેક કયારેક દુકાને ખરીદી કરવા આવતો હતો. દોઢ વર્ષ પહેલા હર્ષ ભાલાળા પાનની દુકાને આવેલ અને વાત કરી હતી  કે પોતે દુધનો ધંધો બંધ કરેલ છે અને પોતે યશ બેંકના એજન્ટ તરીકે જોડાયેલ છે. તમારે ક્રેડીટ કાર્ડ કે અન્ય કોઇ બેંકને લગતુ કામકાજ હોય તો કહેજોતેમ વાત કરી વિશ્વાસમાં લઇ અજયભાઇ મારૂના પત્નીના નામનું ક્રેડીટ કાર્ડ લઇ તેમાંથી રૂ.પ૧૮૩ર ક્રેડીટ કરી લીધા હતાં અને અજયભાઇ મારૂના મિત્ર પ્રદીપભાઇ દુધાત્રાને પણ વિશ્વાસમાં લઇ તેનું ક્રેડીટ કાર્ડ કઢાવી તેમના ક્રેડીટ કાર્ડમાંથી રૂ.૬૦,૮૭૩ની ક્રેડીટ કરી છેતરપીંડી આચરતા અજયભાઇ મારૂએ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, એએસઆઇ રવિભાઇ વાંક અને પ્રવિણભાઇ સોનારા સીહતે વાણીયાવાડી શેરી નં. ૮/૩ માં રહતો હર્ષ ભરતભાઇ ભાલાળા (ઉ.વ.ર૪)ની ધરપકડ કરી હતી.

(4:15 pm IST)