Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોટેચા ચોક પાસેથી કોલેજીયન યુવતીની પજવણી કરતા ૩ને દુર્ગાશકિતની ટીમે દબોચ્યા

રાજકોટ, તા. ર૯ :  કાલાવાડ રોડ પર કોટેચા ચોક પાસે એક પાનની દુકાન પાસે ઉભા રહી ૩ શખ્સો એક કોલેજીયન યુવતીની પજવણી કરતા હોવાની જાણ થતા દુર્ગાશકિતની ટીમે ૩ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં કોલેજમાં અભ્યાસ કરતી  અમરેલી પંથકની એક યુવતીને કાલાવાડ રોડ કોટેચા ચોકમાં એક પાનની દુકાન પાસે ૩ શખ્સો છેલ્લા બે-ત્રણ દિવસથી પજવણી કરતા હોય તેથી યુવતીએ પોલીસની દુર્ગાશકિત એપ્લીકેશનનો ઉપયોગ કરી પોતાના મોબાઇલમાંથી  જાણ કરતા દુર્ગાશકિતની ટીમના એએસઆઇ કૈલાશબેન અને કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે સ્થળ ઉપર પહોંચી યુવતીની પજવણી કરતા પવન ભરતભાઇ દલસાણીયા (ઉ.વ.ર૩), મોન્ટુ ભગવાનજીભાઇ પટેલ (ઉ.વ.રર), રાહુલ મહેશભાઇ પટેલ (ઉ.વ.૧૯) (ત્રણેય રહે. રાજપરા ગામ) ને પકડી લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઇ આવી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાયુ હતું.

(4:14 pm IST)