Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વોર્ડ નં.૨ના મોચીનગર -મોમીન સોસાયટી પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ મોચીનગર સોસાયટી તથા મોમીન સોસાયટી વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખભાઈ પરમાર, રાજુભાઈ દલવાણી, યુસુફભાઈ કટાર, શમા સાહેબ, ગુલાબસિંહ જાડેજા, ફારુકભાઈ કટારીયા, રજાકભાઈ જામનગરી, પૃથ્વીસિંહ વાળા, રાજનભાઈ સિંધવ, રાજુભાઈ માવતર, લીલાબા જાડેજા, કમલભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ મીરાણી, યોગરાજસિંહ જાડેજા, ભરતભાઈ વીરડા, દીપાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, સીમાબેન, ભાવનાબેન, રસીદાબેન, નિશ્યલભાઈ જોષી, એચ.એ. નકાણી, ઇકબાલભાઈ, મહમદભાઈ શેખ, ફારૂકભાઈ, દાઉદભાઈ, અલતાફભાઈ શેખ, સલીમભાઈ બેલીમ, ઇકબાલભાઈ શેખ, મીથુનભાઈ, પ્રવીણચંદ્ર મશરૂ, હનીફભાઈ કાબાણી, દાઉદભાઈ લાખા, દીલાવટભાઈ, અબીબભાઈ દાજી, ગુલાબસિંહ, ગફારભાઈ હાજી, હનીફભાઈ, ડો.વસાણી સાહેબ, કિરીટભાઈ પાઠક, ઘનશ્યામસિંહ રાઠોડ, દીપકભાઈ ભટ્ટ, જયરાજસિંહ જાડેજા, અજીતભાઈ બ્લોચ, મુન્નાભાઈ, અમયલભાઈ બાજી, આશાબેન, હુસેનાબેન, રૂકસાનાબેન, જેતુનબેન, તારાબેન, જાડેજાબાપુ, મહમદભાઈ, જાકીરભાઈ, કાસમભાઈ, હાજી અયુબભાઈ, હાજી ગફારભાઈ, અલતાફભાઈ શેખ, દુર્ગાબેન રાજયગુરુ, હર્ષિદાબા, ભાવનાબેન પોપટ વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:13 pm IST)