Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

રાજકોટની ટીમ ચેમ્પીયન : જામનગર રનર્સ અપ

રાજકોટ : સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા તાજેતરમાં ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત ૮ માં વર્ષે આયોજન કરવામાં આવતા ૧૬ ટીમોએ અલગ અલગ શહેરમાંથી ભાગ લીધો હતો. પ્રજાસત્તાક પર્વના દિવસે દિલધડક રીતે સેમીફાઇનલ અને ફાઇલન મેચ રમાય જતા રાજકોટની ટીમ ચેમ્પીયન અને જામનગર ટીમ રનર્સઅપ બની હતી. બેસ્ટ બોલર વિઠ્ઠલભાઇ, બેસ્ટ બેટ્સમેન વિશાલ જોષી, મેન ઓફ ધ સીરીઝ હાર્દીકભાઇ અને ફાઇલન મેન ઓફ ધ મેચ સન્નીભાઇ જાહેર થયા હતા. સમાપન સમારોહમાં મહેમાનોના હસ્તે ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરાયા હતા. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, વેસ્ટર્ન રેલ્વે ડી.આર.એમ. પરમેશ્વર ફુકવાલા, ડી.ઓ.એમ. અભિનવ જૈફ, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, અતુલ પંડીત, ડો. કિરીટ પાઠક, હીરેન મહેતા, હર્ષદ જોષી, નિરેન જાની, સંજય દવે, લલીત ધાંધીયા, જીજ્ઞેશ ઉપાધ્યાય, કમલેશ ત્રિવેદી, યોગેન્દ્ર લહેરૂ, ડો. અતુલ વ્યાસ, દિપકભાઇ રાજયગુરૂ, વિપુલ શુકલ, મુકેશ ઠાકર, નિકેત જોષી, મહીલા પાંખના નિલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, શોભનાબેન પંડયા, માલતીબેન જાની, ભાવનાબેન જોષી, વિવિધ તડગોળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવવા પ્રમુખ દર્શીત જાનીના માર્ગદર્શન હેઠળ હિતેષ જાની, મયુર પાઠક, કિશોર જાની, મુકેશ વ્યાસ, પ્રકાશ નિરંજની, રાહુલ રાઠોડ, હિતેન્દ્ર જાની, કરણ જાની, નરેન્દ્રભાઇ જાની, વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અતુલ વ્યાસે કર્યુ હતુ.

(4:05 pm IST)