Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

વી. વી. પી. ઇજનેરી કોલેજમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી : 'હુ કિલ્ડ ગાંધી' નાટની જમાવટ

રાજકોટ : વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં પ્રજાસત્તાક પર્વે ભારત માતા પૂજન અને 'હુ કિલ્ડ ગાંધી' નાટક યોજવામાં આવ્યુ હતુ. ઇજનેરી અને આર્કીટેકચરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણે ઉત્સાહભેર કાર્યક્રમને સફળ બનાવેલ. ગ્લોબલ સી.એન.સી.ના સી.ઇ.ઓ. મનોજભાઇ કયાડા, એચ.બી.એલ. બેરીંગ્ઝના વિશાલભાઇ હોલાણી, બી. એમ. પટેલ સ્કુલના ટ્રસ્ટી મૌલિકભાઇ દેલવાડીયા, શકિત સ્કુલના ડાયરેકટર સુદીપભાઇ મહેતા, વી. વી. પી. ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત આસિફ અજમેરા લિખિત દિગ્દર્શીત નાટક 'હુ કિલ્ડ ગાંધી' એ ભારે જમાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વી.વી.પી. પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખે શુભેચ્છા આપી હતી. કલ્ચરલ કમીટીના કન્વીનર ડો. ચાર્મીબેન પટેલ, પ્રો. હાર્દીક પંડયા, પ્રો. અમિત પાઠક, પ્રો. સ્નેહાબેન પંડયા, પ્રો. પૂજાબેન ઘોડાસરા, પ્રો. હાર્દીક હીંડોચા, પ્રો. શેરોન ક્રિસ્ટી, ક્રિષ્ના કોટેચા, પ્રો. સાહિલ યાજ્ઞિક, પ્રો. ગૌરવ પરમાર, પ્રો. પ્રિયાંક ખીરસરીયા તેમજ કર્મચારીગણ અને વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)