Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

નગરયાત્રાનું કરણી સેનાની બહેનો દ્વારા સ્વાગત

 રાજકોટ : ૧૭માં ઠાકોર સાહેબની રાજતિલક અને રાજયભિષેક વિધિના અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રી માંધાતાસિંહજીના રાજતિલક પ્રસંગે ઐતિહાસિક ભવ્ય નગરયાત્રાનું શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો આગેવાનો ભાઈઓ - બહેનો દ્વારા સ્વાગત સાથે અભિવાદન સાથે સામૈયુ લઈને પુષ્પોથી સ્વાગત સત્કાર કરવામાં આવ્યુ હતું. આ તકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદુભા પરમાર, કિશોરસિંહ રાઠોડ, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, યોગરાજસિંહ તલાટીયા, જયદીપસિંહ ભટ્ટી, પ્રવિણસિંહ સિંધવ, ભગીરથસિંહ ખુમાણ, સંજયસિંહ વાઘેલા, ભુપતસિંહ જાદવ, દોલુભા ડોડીયા, અજીતસિંહ પરમાર, માલદેવસિંહ ભટ્ટી, રણવીરસિંહ રણજીતસિંહ જાદવ, પ્રવિણસિંહ મોરી, હર્ષિતભાઈ જાની, સુરૂભા નિલેશભાઈ બારૈયા, હરપાલભાઈ ધાખડા, અમિતભાઈ ગાંગડીયા, રવિરાજભાઈ વાળા, મહિલા પાંખના સૌરાષ્ટ્ર અધ્યક્ષશ્રી મનીષાબા વાળા, લીલાબેન ખુમાણ, હર્ષાબા જાડેજા, અંબિકાબા જાડેજા, હેતલબા વાળા ઉપસ્થિત રહ્યા હતા.

(4:02 pm IST)