Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

માહી કંપની દ્વારા બાયપાસ પ્રોટિન પ્લાન્ટ શરૂ કરાયો

છાણમાં એમોન્યિાનું પ્રમાણ અને મીથેનનું ઉત્સર્જન ઘટવથી પર્યાવરણની જાળવણી થશેઃ યોગેશ પટેલ

રાજકોટ તા.૨૯: માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમીટેડ દ્વારા કંપનીની ખંઢેરી ખાતે આવેલી માહીદાણા ફેકજ્ઞ્ટરીમાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સૌ પ્રથમવાર બાયપાસ પ્રોટિન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. અ પ્લાન્ટ શરૂ થતા હવે આ પ્લાન્ટમાં બનતા વિવિધ પ્રકારના  માહીદાણની ગુણવતામાં ઘણો વધારો થશે અને તેનો સીધો લભ પશુપાલકોને થશે.

આ પ્લાન્ટનું ઉદઘાટન કરતા કંપનીના ચીફ એકિઝકયુટીવ શ્રી યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે 'પશુાલક સભ્યના હિતમાં માહીદાણની ગુણવતા વધુને વધુ સારી બનાવી રહયા છીએ. અમોએ  તમામ પ્રકારના  માહીદાણમાં આ ટેકનોલોજી  દ્વારા બાયપાસ પ્રોટિનનો અમલ કરવનો શરૂ કરેલ છે. બાયપાસ પ્રોટિન માટે પશુપાલકોને એક પણ પૈસો વધારનો ચૂકવવાનો રહેશે નહી. આ સુવિધાના  કારણે પશુદીઠ ઉત્પચાદન વધશે જ્યારે ખર્ચ ઘટશે. આ ઉપરાંત પશુઓના છાણમાં એમોનિયા તેમજ ઉત્સર્જન ઘટતા તેમજ મિથેનનું ઉત્સર્જન ઘટતા પર્યાવરણનની જાળવણી કરવામાં પણ મોટો ફાયદો થશે..

અત્રે ઉલ્લેખનિય છે કે , સૌરાષ્ટ્ર- કચ્છમાં બયપાસ પ્રોટિનનો આ પ્રકરનો પ્રથમ પ્લાન્ટ  શરૂ કરાયો છે. તેના કારણે માહીદાણ દ્વારા પશુઓને વધુ પોષક તત્વો કોઇપણ જાતના વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ થશે. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:57 pm IST)