Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એકવા ડેવલોપર્સ ઈન્કમટેકસનો સર્વે પૂર્ણ : ૫૫ લાખનો એડવાન્સ ટેકસ ભરાવાયો

કયુબા આર્કિટેકચર પ્રોડકટ્સમાં તપાસ ચાલુ

રાજકોટ, તા. ૨૯ : રાજકોટ આયકર વર્તુળ દ્વારા ગઈકાલે ટોચના બિલ્ડર્સ જૂથ એકવા ડેવલોપર્સ અને કયુબા આર્કિટેકચર પ્રોડકટ્સ - ગ્રુપ ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

નવા ૧૫૦ રીંગ ઉપર એકવા ડેવલોપર્સ ગ્રુપ દ્વારા ગગનચુમી ઈમારતમાં લકઝરીયસ ફલેટ બનાવાઈ રહ્યા છે. જાણીતા આગેવાન શ્રી લાભભાઈ ખીમાણીયા, મયુરભાઈ ખીમાણીયા, યોગેશભાઈ ગરાળા, રમેશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલના એકવા ડેવલોપર્સ ઉપર વ્યાપક તપાસ આયકર અધિકારીઓને હાથ ધરી હતી. આવકવેરાની તપાસમાં કોઈ ગેરરીતિ બહાર ન આવતા ૫૫ લાખથી વધુ રકમનો એડવાન્સ ટેકસ ભરાવાયા હોવાનું જાણવા મળે છે. જયારે વાવડીમાં કયુબા આર્કિટેકચર પ્રોડકટસમાં સર્વે હાથ ધરાયાનું જાણવા મળે છે.

(3:45 pm IST)