Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભારત બંધ સંદર્ભે રાજકોટના ૧ર પોલીસ સ્ટેશનમાં એકઝી. મેજીસ્ટ્રેટ તરીકે નાયબ મામલતદારોની નિમણુંક

રાજકોટ, તા. ર૯ :  પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેર દ્વારા તા. ર૮ ના પત્ર નં. એસ.બી. /૧૪/ ભારત બંધ/ એકઝી. મેજી. /ફાળવણી /૪૧ર/ર૦ર૦ થી જણાવ્યા મુજબ નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં જુદા જુદા સંગઠનો દ્વારા અસંવૈધાનિક સી.એ.એ. અને એન.આર. સી.ના વિરોધમાં તથા ડી.એન.એ. આધાર ઉપર એન.આર.સી. લાગુ કરવા તથા ઇ.વી.એમ. હટાવો અને સંવિધાન બચાવો દેશ બચાવો તેમજ એસ.સી., એસ.ટી.ના ર૦ર૦ના રાજનૈતિક આરક્ષણ અંગે વિવિધ માંગણીઓને લઇને તા. ર૯ ના રોજ ''ભારત બંધ''નું એલાન આપવામાં આવેલ છે. જે બંધના એલાન દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ બને તે ત્વરીત જરૂરી આદેશ જારી કરી શકાય તે માટે ૧ર એકઝીકટીવ મેજીસ્ટ્રેટ તા. ર૯ ના કલાક થી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓને ઉપરોકત બાબત જે તે પોલીસ સ્ટેશન ખાતે કાયદો વ્યવસથાની તાકીદની પરિસ્થિતિ ઉભી થયેથી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજો બજાવવા આદેશ કરવામાં આવેલ.

જેમાં વી.પી. રાદડીયા- એ.ડીવીઝન પો. સ્ટે., એચ.ડી. દુલરા- બી-ડીવીઝન પો.સ્ટે., આર. એસ. લાવડીયા-થોરાળા -પો.સ્ટે., જે.એમ. દેકાવાડીયા- ભકિતનગર પો. સ્ટે., એચ.એસ. સોલંકી-કુવાડવા રોડ પો.સ્ટે., બી.આઇ. ભોજાણી- આજી ડેમ ચોકડી પાસે, કે.સી. ટાંક માલવીયાનગર પો. સ્ટે., એ.એમ. ટીલાળા-પ્ર.નગર પો. સ્ટે., જી.એચ. ચૌહાણ- ગાંધીગ્રામ પો. સ્ટે., આર. કે. કાલીયા - ગાંધીગ્રામ -ટુ (યુનિ.) રોડ, વીય.ડી. સોનપાલ- રાજકોટ તાલુકા પો. સ્ટે., આર. એન. ખંઘેડીયા- પોલીસ કમિશનર કચેરી.

(3:41 pm IST)