Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગૃહકલેશને કારણે ગોકુલધામ કવાર્ટરના સંજય સોલંકીએ ઝેરી દવા ગટગટાવી

રાજકોટ તા. ૨૯: ગોકુલધામ કવાર્ટર ગુરૂપ્રસાદ ચોકમાં રહેતાં અને ગેસના બાટલાના ડિલીવરીમેન તરીકે કામ કરતાં સંજયભાઇ રાજૂભાઇ સોલંકી (ઉ.૩૦) નામના યુવાને ગોંડલ રોડ મારૂતિના સર્વિસ સ્ટેશન પાછળ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. ગૃહકલેશને કારણે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

કરસનભાઇ મકવાણા ઝેર પી ગયા

બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતાં કરસનભાઇ લીંબાભાઇ મકવાણા (ઉ.૪૬) રાતે ઝેર પી જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ રાતે જ રજા લઇ લીધી હતી. ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હ તી.

(1:16 pm IST)