Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

ટાટા મેજીક કારની લે-વેચના મામલે આપેલા

રાજકોટ તા.૨૯: અત્રેની રાજકોટના મહે.શ્રી પાંચમાં એડી.સીવીલ જજ શ્રીએ આરોપીને ચેક રીર્ટન કેસમાં એક વર્ષ સજા અને ચેક મુજબની વળતર ચુકવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એ મુજબ છે કે, રાજકોટમાં રહેતા જીતુદાન ભોજદાન ગઢવી જે કાર લે-વેચનો વ્યવસાય કરે છે તેણે તેની કાર કાલાવડ મુકામે રહેતા અશોક બાબુભાઇ શુકલને રીક્ષા ટાટા મેજીક કાર રૂ.૧,૯૦,૦૦૦ એક લાખ નેવું હજારમાં વેચાણ કરેલ હતી તેઓ વેચનાર તથા લેનાર વચ્ચે સાટાખત પણ કરેલ હતુ અને સાટાખત કરતી વખતે વેચનારને લેનારે રૂ.૩૫,૦૦૦ પાત્રીસ હજાર પુરા રોકડા ચુકવેલ હતા અને બાકીની રકમ રૂ.૧,૫૫,૦૦૦ એન.ઓ.સી. આવ્યા બાદ આપવાના હતા.

વેચનારને એન.ઓ.સી.આવ્યાબાદ લેનારને રજી.એડી દ્વારા જાણ કર્તા આરોપીએ ફરીયાદીને ઓફીસે આવી બાકી રકમનો ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા આ ચેક ''અન સફીશ્યન્ટ ફંડ''ના શેરા સાથે પરત આવેલ હતો ત્યારબાદ ફરીયાદીએ તેના વકીલ મારફત નોટીસ આપેલ જે આરોપીને બજી ગયેલ હોવા છતાં કોઇ જવાબ આપેલ ન હતો ત્યારબાદ ફરીયાદીએ તેના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ ચાલી જતા તેમજ ફરીયાદી તરફે કાયદાકીય રજુઆત અને ગુજરાત હાઇકોર્ટના તથા સુપ્રિમકોર્ટના જજમેન્ટો રજુ કરેલ હતા જે જજ શ્રી વસવેલીયા મેડમે ગ્રાહય રાખી આરોપીને એક વર્ષની સજા અને રૂ.૧,૫૫,૦૦૦ એક લાખ પંચાવન હજાર પુરા વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે યોગેશ ઉદાણી, કમલેશ જોષી, કિશન વાગડીયા અને અશોક જાદવ રોકાયેલા હતા.

(3:23 pm IST)