Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

જામનગર રોડ પરથી ૨૫ બોટલ દારૂ સાથે આસીફ ગોરી પકડાયો

પ્ર.નગરના હેડકોન્સ. મોહસીનખાન મલેકની બાતમી

રાજકોટઃ પ્રોહીબીશનના ગુના શોધી કાઢવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમે સુચના આપી હોઇ તે અંતર્ગત પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. મોહસીનખાન મલેક, અશોકકુમાર ભંવરલાલ કલાલ, દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોહસીન ખાન મલિકને બાતમી મળી હતી કે જામનગર રોડ હુડકો કવાર્ટર નં. ૬માં રહેતા આસીફ ઇકબાલભાઇ ગોરી (ઉ.૨૪) પાસે વિદેશી દારૂ છે. તેના આધારે દરોડો પાડી તેને રૂ. ૧૨,૫૦૦ના ૨૫ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ તપાસ થઇ રહી છે.

(3:18 pm IST)