Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પોલીસે સમય મર્યાદામાં ''ચાર્જશીટ'' નહિં કરતાં પોસ્કો કોર્ટના આરોપીના જામીન મંજુર

જસદણના વિંછીયાના બનાવમાં પોલીસની લાપરવાહીથી આરોપીને ડીફોલ્ટ બેઇલનો લાભ મળ્યો

રાજકોટ તા. ર૯: પોલીસે સમય મર્યાદામાં ચાર્જશીટ ન કરતા પોસ્કો કેસમાં આરોપીનો સ્પે. કોર્ટ દ્વારા જામીન પર છુટકારો કરવામાં આવ્યો હતો.

અત્રેના કેસની વિગત એવી છે કે જસદણ પંથકના કોળી ફરીયાદીની સગીર પુત્રીનું આરોપી ભરત ઉર્ફે મહાણીયો શીવાભાઇ કીહલા રહે. મું. જનતા, તા. વીંછીયાવાળા એ બાવડુ પકડી શરીર સાથે અડપલા કરેલ તેવા મતલબની વિંછીયા પોલીસ સ્ટેશનમાં તા. ૧ર-૧૦-૧૭ના રોજ પોસ્કો કલમ ૮,૧ર, તથા ઇ.પી.કો. કલમ ૩પ૪ મુજબના ગુન્હાની ફરીયાદ આપેલ જે ફરીયાદના કામે આરોપીને વિંછીયા પોલીસે અટક કરી કોર્ટમાં રજુ કરતા તા. ૧૩-૧૦-૧૭થી આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગયેલ.

આ ફરીયાદના કામમાં વિંછીયા પોલીસે ૬૦ થી ૯૦ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં આરોપી સામે ફાઇલ કરવું જોઇએ તેવી સી.આર.પી.સી. કલમ ૧૬૭ની આદેશાત્મક જોગવાઇ છે આરોપીના વકિલ અશોક બી. ઠકકરે આ કામમાં પોલીસે આ કાયદાની જોગવાઇ મુજબ આરોપી સામે કોર્ટમાં સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરેલ નથી તેથી આરોપીને જામીન પર મુકત કરવો જોઇએ તેવી જામીન અરજીના કામમાં કોર્ટ આરોપીના વકીલે રજુઆત કરેલ. સુપ્રીમ કોર્ટ તથા ુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તથા ડિફોલ્ટ બેલના કાયદાની જોગવાઇ ધ્યાને લઇ વિંછીયા પોલીસે સમય મર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરેલ ન હોય, આરોપીને જામીન પર મુકવાનો હુકમ કરેલ છે.

આરોપી તરફેર ાજકોટના એડવોકેટ અશોક વી. ઠકકર, ક્રિષ્નાબેન એ. ઠકકર, બિનાબેન નિમાવત વકીલ રોકાયેલ હતાં.

(4:24 pm IST)