Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

માર્ગ સલામતી સપ્તાહ... પોલીસની હેલ્મેટધારી બાઇક રેલીઃ સલામતી માટે હેલ્મેટ પહેરવા લોકોને કરી અપીલ

શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગુજરાત રાજય માર્ગ સલામતી અંતર્ગત આરટીઓના સહયોગથી ટ્રાફીક નિયમન પરત્વે જનજાગૃતિ લાવી રસ્તાઓ પરની મુસાફરી સલામત બનાવવાની નેમ સાથે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે શરૂ કરવામાં આવી હતી. જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એસ.ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના, એડીશ્નલ ડીસીપી હર્ષદ મહેતા, મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ આ તકે ટ્રાફીક રથને ફલેગ ઓફ આપ્યો હતો. આ રથ સપ્તાહભર શહેરના માર્ગો ઉપર ફરી વાહન ચાલકો અને રાહદારીઓમાં ટ્રાફીક નિયમનની સમજણ અને પાલનના ફાયદાઓ સમજાવશે. વિવિધ કોલેજો અને સ્કુલમાં પણ લેકચર યોજવામાં આવશે. સમગ્ર આયોજન ટ્રાફીક બ્રાન્ચના એસીપી શ્રી જે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી.સોલંકી, બી.જી. સરવૈયા, એ.જી.રાઓલ અને બી.કે.જાડેજા દ્વારા કરવામાં આવ્યુ હતુ.(ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)