Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

તા. ૪, ૫, ૬ અને ૧૮થી ૨૧ ફેબ્રુઆરીએ

આવતા રવિવારથી લગ્નોત્સવની મોસમ, ફેબ્રુઆરીમાં ૭ દિવસ પુષ્કળ લગ્નો

ઠેર-ઠેર ઢોલ - શરણાઇ સંભળાશેઃ તા. ૨૪મીથી હોળાષ્ટકઃ નિમિતે અઠવાડિયુ વિરામઃ ૧ માર્ચે ધૂળેટીઃ ૩ માર્ચથી લગ્નોત્સવનો નવો તબક્કો

રાજકોટ તા. ૨૯ : ગુજરાતમાં દિવાળી પછી બીજા તબક્કાની લગ્નોત્સવની મોસમ નજીક આવી રહી છે. તા. ૪ ફેબ્રુઆરીથી ઠેર-ઠેર લગ્નના ઢોલ - શરણાઇ સાંભળવા મળશે. હોળાષ્ટક પહેલા ફેબ્રુઆરીમાં લગ્નના ૭ મુહૂર્તો છે. જેના માટે વાડી, હોલ, વાહન, બેન્ડ વાજા, મંડપ, કેટરીંગ વગેરેનું બુકીંગ લાંબા સમય પૂર્વે થઇ ગયું છે.

શ્રી ભાવિકભાઇ શાસ્ત્રીના કથન મુજબ તા. ૪ ફેબ્રુઆરીથી લગ્નોત્સવનો તબક્કો (ફાગણ સુદ બીજ) શરૂ થાય છે તા. ૪, ૫ અને ૬ તથા તા. ૧૮, ૧૯, ૨૦ અને ૨૧ ફેબ્રુઆરીએ મંગલ મુહૂર્ત હોવાથી તે દિવસે પુષ્કળ લગ્નો છે. તા. ૨૪થી અઠવાડિયાના હોળાષ્ટ બેસે છે. તે સમયગાળામાં લગ્નના મુહૂર્તો નથી. તા. ૧ માર્ચ ધૂળેટી છે. હોળાષ્ટક પછી તા. ૩ માર્ચથી લગ્નોત્સવનો નવો તબક્કો શરૂ થશે.(૨૧.૩૧)

(11:46 am IST)