Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

૧૧૮ કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેકટનું નિર્માણ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ-ખાતમુહૂર્ત કરશે : ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત ૬ શહેરોની પસંદગી

રાજકોટતા.૨૮ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે ૧૧૮ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું -ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારના મીનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી ૫૪ ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ. અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત શહેરોમાં જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુંક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવનાર છે.

જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. . લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. .૫લાખની સહાય આપવામાં આવનાર છે. ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ..૦૦ લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે.

(8:56 pm IST)