Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોંગ્રેસના દરેક કાર્યકર પ્રજા વચ્ચે જઈ પક્ષના પાયા મજબુત કરેઃ અશોક ડાંગર

રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૩૬માં સ્થાપના દિનની ઉજવણી

રાજકોટ, તા. ૨૮ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સુચનાથી આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના ૧૩૬માં સ્થાપના દિવસ ની ઉજવણી કાર્યાલય ખાતે કરવામાં આવી અને ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોક ડાંગરે જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પક્ષનો ૧૩૬ મો સ્થાપના દિવસ છે. જયારે કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ ત્યારે દેશ ગુલામી હેઠળ હતો અને અંગ્રેજો ની ગુલામી માંથી છૂટવા માટે કોંગ્રેસ પક્ષ ની સ્થાપના થઈ અને લગભગ ૭૩ વર્ષ ના લડાઈ પછી આઝાદી મળી. આજે ફરી થી ભારત દેશના સંવિધાન પર પ્રહારો થઈ રહ્યા છે અને અત્યારે જે શાસકો જે અંગ્રેજોના વારસદારની જેમ વર્તી રહ્યા છે તેથી સામે લડવાની જે આપણને તક મળી છે ત્યારે તેની સામે લડી અને ફરી થી દેશ ને આઝાદ કરી અને આ ભારતીય જનતા પાર્ટીની ચુંગાલ માંથી છોડાવવાનો સમય આવી ગયો છે.

કોંગ્રેસ નો દરેક કાર્યકર ખભે ખભા મિલાવી અને ફકત ચુંટણી નહિ પણ આ ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધી છે તેને જાકારો આપવા માટે પણ પ્રજાની વચ્ચે જઈ અને કોંગ્રેસ પક્ષ ના પાયા મજબુત કરતા જાય અને પાર્ટી મોટી કરી અને ફરી અંગ્રેજોના વારસદારની ચુંગાલમાંથી દેશને છોડાવવાનો છે.

સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્ત્।ા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી કયારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું.

   ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ૧૩૬ માં સ્થાપના દિવસ કાર્યકર્મમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, પ્રદીપભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ચોવટિયા, મિતુલભાઇ દોંગા, પૂર્વ ઉપનેતાશ્રી મનસુખભાઈ કાલરીયા, રહીમભાઈ સોરા, રજતભાઈ સંદ્યવી, ભાર્ગવભાઈ પઢીયાર, દિપ્તીબેન સોલંકી, પ્રતિમાબેન વ્યાસ અને પૂર્વ કોર્પોરેટરો દિલીપભાઈ આશવાણી, રવજીભાઈ ખીમસુરીયા, પરેશભાઈ હરસોડા, સંજયભાઈ અજુડિયા, વિજયભાઈ વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઈ પરસાણા, નીલેશભાઈ મારૂ, વોર્ડ પ્રમુખો તુષારભાઈ દવે, અલ્પેશભાઈ ટોપિયા, હરદીપભાઇ રાઠોડ, ગોરધનભાઈ મોરવાડિયા, કેતનભાઈ જરીયા, ગિરીશભાઇ ઘરસંડિયા, દિનેશભાઈ પટોળીયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, મેપાભાઈ કણસાગરા, વિજયભાઈ જાની, વાસુરભાઈ ભંભાણી, નારણભાઈ હીરપરા, દીપકભાઈ ધવા અને ફ્રન્ટલ સેલના ચેરમેનો મનીષાબા વાળા, યુંનુશભાઈ જુણેજા, રાજુભાઈ આમરણીયા, અંકુરભાઇ માવાણી, જયપાલસિંહ રાઠોડ, ભાવેશભાઈ ખાચરીયા, સેવાદળ રણજીતભાઈ મુંધવા, કિશોરસિંહ જાડેજા, શહેર ના આગેવાનો વશરામભાઈ ચાંડપા, ભરતભાઈ મકવાણા, દાનાભાઈ હુંબલ, ગોવિંદભાઈ સભાયા, મોહનભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેસાણીયા, મથુરભાઈ માલવી, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રવિભાઈ ડાંગર, રામભાઈ હેરભા, રસિકભાઈ ભટ્ટ, શૈલેષભાઈ રૂપાપરા, સરોજબેન રાઠોડ, વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડીયા અને વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)