Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ફર્નિચર સાથે ફલેટની યોજનાનું ફોર્મ વિતરણ ૫મી આસપાસ

મ.ન.પા. દ્વારા સ્માર્ટ સીટી રૈયા ગામમાં નિર્માણ થશે અનોખી 2BHK ફલેટની યોજના : વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ૧લી જાન્યુઆરીએ થશે ૨૩૦ કરોડના વિકાસકામોને લીલીઝંડી

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર 'લાઈટ હાઉસ' પ્રોજેકટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા તા. ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ. ૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેકટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રૈયા ગામ નજીક અદ્યતન ૧૧૪૪ આવાસ

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS-II (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસો (G+13) નું નિર્માણ કરવામાં આવનાર છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાવર્િેસ્ટંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

મ.ન.પા.ના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૦૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે Aquatic Weed Harvester Cum Weed Removal મશીન અને વોર્ડ નં.૧૪ માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ – ૧૪ (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થશે.

જયારે વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં TP ૩૧ ના FP ૩૧/૪ ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં નવી શાળા બનાવવાનું કામ, કોઠારિયા સર્વે નં. ૩પર પૈકીની જમીન ઉપર 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત નવું સેમી કલોઝડ ટાઇપ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન જરૂરી આનુસંગિક સુવિધા સાથે બનાવવાનું સીવીલ કામ, શહેરમાં ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેકટ્રીક બસ ડેપોનું નિર્માણ, વોર્ડ નં.- ૧૦ કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, નવાં ૩૦ લાખ લિટર ક્ષમતાંનો, ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતો, ઈ.એસ.આર. તથા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈ ની એમ.એસ. પાઈપ લાઈનનું સિવિલ એન્જીનીયરીંગ બાંધકામ પ્રોજેકટ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં જંકશન પ્લોટ તેમજ કોલસાવાડી વિસ્તારને ડામર રીકાર્પેટ કરવાનું કામ, સોખડા ખાતે આવેલ સર્વે ન.-૧૦ અને ૧૧ની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાનું તથા ઓફીસ કામ, વોર્ડ નં૪ મા ટીપી ૩૧ મા ટીપી રોડ મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો ટી.પી. રોડ તથા રેલનગરમાં અન્ય મેટલીંગ થયેલ ટી.પી. રોડને ડામર કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા બોલબાલા રોડની બન્ને બાજુ ફૂટપાથ કરવા અને રસ્તાની બન્ને બાજુ સાઈડ સોલ્ડર અને મેટલીંગ કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા સાઈબાબા સર્કલથી ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ઉતર બાજુ આવેલ સોસાયટીઓમા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં નાગરીક બેંક થી સાધુ વાસવાણી મેઇન રોડ સુધી ૯૦૦ એમ.એમ. ડાયા સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, વોર્ડ નં.૧૪ માં આવેલ કેનાલ રોડ પર આવેલ લલુડી વોકળી તથા જીનપ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલ જુનવાણી નાલુ પહોળુ/નવું કરવા અંગે, મોરબી રોડ પર વેલનાથ પરામાં મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૭મા આવેલ ગણેશ પાર્ક તથા લાગુ ૧૫ મીટર તથા ૧૨ મીટર ટીપી રોડ પર ૨૫૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ.પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્ટ થી રૈયા સ્મશાન સુધી રીટેઇનીંગ વોલ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ભગવતીપરા શેરી નં ૫મા RMC સ્કુલની પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર ડીસમેન્ટલ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૫મા ક્રિષ્ના સોસા.બી તથા તેને લાગુ ૧૮મીટર ૧૨મીટર તથા ૯મીટર ટીપી રોડ પર ૩૦૦,૨૦૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ પાઇપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.૨ માં રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, શ્રી અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાનું કામ, વોર્ડ નં.-૧રમાં આવેલ ર૪.૦૦ મી. ટી.પી. રોડ પર શનૈશ્વર પાર્કની પાછળનાં ભાગે બોકસ કલવર્ટ કરવાનું કામ, વોર્ડ નં.૦૭ માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો. નાં પ્લોટમાં ફુલ બજાર બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રૂડાના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

સાથોસાથ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ા મંડળ (રૂડા) ના રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-૯, ટી.પી-૧૭ અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-૨, ફેઝ-૨ ચે.૬૨૦૦ પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-૧૦ અને ટી.પી.-૧૭ નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-૨)નું લોકાર્પણ થશે.

જયારે નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ, આણંદપર બસ સ્ટેન્ડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના વિભાગના મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેશે.

(3:41 pm IST)