Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ચાવી ભરાવેલા બાઇકની ચોરી કરતા તુષાર અને જીલુ પકડાયાઃ ૭ ઉઠાંતરીના ભેદ ખુલ્યા

ક્રાઇમ બ્રાંચે તાલાલાના બંને શખ્સને બે ચોરાઉ બાઇક સાથે ગોંડલ રોડ ચોકડીએથી દબોચ્યાઃ મોજશોખ માટે ચોરી કરતાં : ક્રાઇમબ્રાંચના પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા.ર૮ : શહેરના ગોંડલ ચોકડી નજીક ક્રિષ્નાપાર્ક હોટલ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બે શખ્સોને બે ચોરાઉ બાઇક સાથે પકડી લઇ જૂનાગઢ અને ગીરસોમનાથ જીલ્લાની સાત વાહન ચોરીઓ ભેદ ઉકેલી નાખ્યો છે.મોજશોખ માટે ચાવીવાળા બાઇક ચોરી કરતા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક ક્રિષ્નાપાર્ક હોટલ પાસે બે શખ્સો ચોરાઉ બાઇક સાથે આવ્યા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી.રબારી, એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા અને સોકતભાઇ ખોરમ સહિતે ગોંડલ ચોકડી નજીક ક્રિષ્નાપાર્ક હોટલ પાસેથી ગીરસોમનાથના તાલાલાના કર્મજયોત સોસાયટી તુષાર રજનીકાંતભાઇ સોનીમાર (ઉ.૧૯) અને તાલાલાના રેલ્વે સ્ટેશન પાસે ગૂતેશ્વર મંદિરની બાજુમાં રહેતો જીલુ ઉર્ફે રઘુ દીલુભાઇ ગીડા (ઉ.રર) ને બે અલગ અલગ ચોરાઉ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે પકડી લીધા હતા.બંનેની પુછપરછ કરતા બંનેએ અગાઉ જુનાગઢના મેંદરડા, ઉનાના ખાપટ ગામમાંથી તાલાલાગીર નરસંગ ટેકરી પાસેથી અનેઆકોલવાડી તપોવન સ્કુલ રોડ પરથી એમ કુલ પાંચ બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરીહતી. બંને શખ્સો પાર્ક કરેલા બાઇકમાં ચાવી હોઇ તેબાઇકની ઉઠાંતરી કરતા હતા અને મોજશોખ માટે બાઇક ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

(3:39 pm IST)