Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ગાંજાનો જથ્થો સપ્લાઇ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૨૮: રાજકોટ ખાતે જંગી ગાંજાનો જથ્થો ૩૫૦ કિલો સુરત મુકામેથી કુવાડવા હાઇવે પેટ્રોલ પંપ પાસે સપ્લાય કરનાર સીધ્ધપુર ગામના આરોપી અખતર હુસેન મહમદભાઇ પીંધારાને જામીન પર છોડવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે તા.૧૨-૯-૨૦૧૮ના રોજ સુરત મુકામેથી ગાંજાનો જથ્થો ડીલેવરી ટ્રકમાં કુવાડવા હાઇવે પર આવેલ પેટ્રોલ પંપ પાસે થવાની છે તેવી રાજકોટ એસ.ઓ.જી.ને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવેલ. પરંતુ તે જથ્થો રાજકોટ મુકામે ડીલેવરી થઇ ગયેલ છે તેવી ફરીથી બાતમી મળતા અને ડીલેવરી જગ્યાએથી જંગલેશ્વર વિસ્તારમાંથી રેડ કરતા મકાનમાં ગાંજાનો જથ્થો મળી આવેલ અને આરોપીઓની ધરપકડ કરેલ.

પુછપરછ દરમ્યાન ઉપરોકત ગાંજાનો જથ્થો સિધ્ધપુર પાટણ મુકામે રહેતા અખતરહુસેન મહમં ભમમાઇ પીંધારા  સુરતથી ડીલેવરી કરી ગયા છે. તેવી હકિકત મળતા આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને જામીન અરજી રાજકોટ સેશન્સ અદાલતમાં કરતા નામંજુર થતા હાઇકોર્ટ અરજી કરતા જે મંજુર થયેલ હતી.

આ કેસમાં આરોપી તરફે રાજકોટના શ્રી રોહિતભાઇ બી.ધીઆ, શકિલભાઇ કુરેશી, હર્ષ ધીઆ તથા ગોપાલ મકવાણા રોકાયા હતાં.

(2:58 pm IST)