Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

વિદેશી દારૂના પાંચ ગુનામાં સામેલ અનીલને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટ,તા. ૨૮: રૈયા રોડ હનુમાન મઢી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂના પાંચ ગુનામાં સામેલ શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એ.એસ.આઇ બી.આર.ગઢવી, સી.એમ. ચાવડા, હેડ કોન્સ. જયંતિભાઇ ગોહિલ અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. અભીજીતસિંહ અને ઇન્દ્રજીતસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે હનુમાન મઢી પાસે બાલમુકુન્દ સોસાયટી શેરી નં.૩ના અનિલ ભગવાનજીભાઇ ભટ્ટી (ઉવ.૫૯)ને પકડી લીધો હતો. અનીલ માલવીયાનગર પોલીસ મથકમાં વિદેશી દારૂના પાંચ ગુનામાં ફરાર હતો.

(2:55 pm IST)