Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દોઢ સો ફુટ રોડ પર ગોલ્ડન પાર્ટી પ્લોટમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : સંચાલક સહિત ૮ પતા ટીંચતા ઝડપાયા

રાજકોટ,તા. ૨૮: દોઢસો ફૂટ રોડ પર આવેલા ગોલ્ડન પાર્ટી પ્લોટમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સંચાલક સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ દોઢ સો ફૂટ રોડ પર સીનર્જી હોસ્પિટલની સામે ગોલ્ડન પાર્ટી પ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા, તથા ચેતનસિંહ ગોહિલને બાતમી મળતા પીઆઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એસ.વી. સાખરા, એ.એસ.આઇ બલભદ્રસિંહ, હેડ કોન્સ. મહિપાલસિંહ, વિરેન્દ્રસિંહ, ચેતનસિંહ ગોહિલ સહિતે ગોલ્ડન પાર્ટી પ્લોટમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પાર્ટી પ્લોટ સંચાલક જેન્તી દેવશીભાઇ પીપળીયા (રહે. આફ્રીકા કોલોની શેરી નં. ૪, ૧૫૦ ફુટ રોડ), મનહરપુર-૨ના ભરત હરજીભાઇ રાદડીયા, માધાપર ગામ ભોલેનાથ સોસાયટીના ભાવિકસિંહ મહેશભાઇ ડોડીયા, માધાપર ગામ રજપુત શેરીના હરેશ દેવરાજભાઇ પીપળીયા, પરાપીપળીયા ગામના વિક્રમ ભીખુભાઇ કારેયા, રૈયાધાર રાણીમા રૂડીમા ચોકના બકા મુળજીભાઇ વરૂ, માધાપર ગામ રાધાપાર્કના અશ્વિન જયદેવભાઇ ડોડીયા, મનહરપુર-૨ મનસુખ બાલાભાઇ બારીયાને પકડી લઇ રૂ. ૭૪,૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:54 pm IST)