Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

છપ્પર ફાડકેઃ ફૂગ્ગામાં ભરવાના ગેસનો બાટલો ફાટ્યોઃ ઉડીને આરપીએફની બેરેકમાં પડ્યો

વજનદાર બાટલો વીસેક ફૂટ ઉડીને ખાબકયોઃ સદ્દનસિબે બે કર્મચારી બહાર બ્રશ કરતાં હોઇ બચાવઃ ફૂગ્ગાવાળા મનસુખ સામે ગુનો નોંધી શોધખોળઃ ઘટના બાદ ભાગી ગયો

રાજકોટઃ રૂખડીયા પરામાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં મનસુખ કેશરભાઈ દેવીપુજકે પોતાના ઘરમાં રાખેલો ફુગ્ગામાં ભરવાના ગેસનો બાટલો અચાનક ફાટતા બાટલાનું તળિયું જુદું પડી જતા ગેસ જમીન પર ફેલાયા બાદ બાટલો ઊડીને નજીકની આરપીએફની બેરેકનું સિમેન્ટનું પતરૂ અને પીવીસી પ્લાયવુડની છત તોડી અંદર ખાબકતા ભારે નુકસાની થઈ હતી. બનાવ અંગે પ્ર. નગર આસી. સબ ઇન્સ. હેરશભાઈ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ આરપીએફના કર્મચારી અમિતભાઇ બી. યાદવની ફરિયાદ પરથી મનસુખ સામે આઇપીસી ૨૮૫, પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ઘટના મનસુખ પોતાના ઝૂપડામાંથી ભાગી ગયો હતો. બાટલાનું તળીયુ નીકળી ગયા બાદ બાટલો વીસ પચ્ચીસ ફુટ ઉડીને બેરેક પર પટકાયો હતો અને છાપરૂ તોડીને અંદર પડ્યો હતો. બાટલો પડવાથી સિમેન્ટના પતરા ૩, પીવીસી સિલીંગ અડધી, એક પંખો અને લાદીમાંનુકસાન થયું હતુ઼. બનાવ વખતે ફરિયાદી આરપીએફ કર્મચારી અમિત યાદવ અને સહ કર્મચારીએએસઆઇ ગોદરારામ બંને બેરેકની બહાર બ્રશ કરતાં હતાં ગેસનો વજનદાર બાટલો છાપરૂ તોડી ખાબકતાં અવાજ થતાં બંને અંદર દોડી ગયા હતાં.

(12:50 pm IST)