Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

એક નાયબ મામલતદાર સહિત ર૪ કારકૂનના CR મોકલતા કલેકટર

ત્રણ જીલ્લા સિવાય તમામના CR આવી ગયા : હવે ટુંકમાં ઓર્ડરો..

રાજકોટ, તા. ર૮ : રાજયના મહેસૂલ ખાતાએ દરેક જીલ્લા કલેકટર પાસેથી કારકૂનોના સી.આર. રીપોર્ટ મંગાવ્યા હતા. આ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટરે ર૪ કલાર્ક અને એક નાયબ મામલતદાર શ્રી જીંજરીયા સહિત કુલ રપ કર્મચારીઓના સી.આર. (કોન્ફીન્ડશીયલ રીપોર્ટ) મોકલી દીધાનું સૂત્રોએ ઉમર્યું હતું.

આ સાધનોએ જણાવેલ કે, રાજયના ત્રણ જીલ્લાને બાદ કરતા બાકી તમામ જીલ્લામાંથી સી.આર. રીપોર્ટ ગાંધીનગર મહેસૂલ વિભાગને મળી ગયા છે. પરિણામે હવે આવતા અઠવાડિયે કારકૂનોના પ્રમોશન અંગેના ઓર્ડરો નીકળશે.

(1:14 pm IST)