Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

મોટર વ્હીકલ એકટ બીલ પાસ થાય તો રોડ અકસ્માતો અંકુશમાં આવી શકે : અમરજીતસીંગ

રોજના ૧૩૧૭ અકસ્માત થાય છે અને ૪૧૩ વ્યકિતના મૃત્યુ થાય છેઃ ગ્રાહક સુરક્ષા મંડળ યોજીત રાષ્ટ્રીય સેમીનારમાં તજજ્ઞોનું ઉદ્દબોધન

રાજકોટ તા. ૨૮ : રોડ સલામતી સંબંધે આયોજીત રાષ્ટ્રી કક્ષાના સેમીનારમાં કન્ઝયુમર વોઇસ ન્યુ દિલ્હીના પ્રતિનિધિ  અમરજીતસિંગે જણાવેલ કે રોડ ઉપર ચાલતા નાગરીકોના મૃત્યુ કીડી મંકોડાની જેમ થઇ રહ્યા છે. ભારતમાં દરરોજ ૪૧૩ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે. લોકસભાના શિયાળુ સત્રમાં રાજયસભામાં મોટર વિકસ એકટ બિલ-૨૦૧૭ પાસ થાય તો આમ જનતાને ચોકકસ એવી ખાત્રી મળશે કે મજબુત રોડ સેફટી બીલના અમલથી નિર્દોષ નાગરિકોની મહામુલી જીંદગી બચી શકશે.

વોલેન્ટરી ઓર્ગેનિઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝુમરના ચીફ ઓપરેટીંગ ઓફીસર અને રોડ સલામતી વિષયના નિષ્ણાંત હેમંત ઉપાધ્યાયએ ચિંતા વ્યકત કરી જણાવેલ કે રોડ સલામતી બીલ ઝપડથી પાસ કરવામાં નહીં આવે તો હજુએ અકસ્માતોનો આંક વધી જશે.

અહીં ઉલ્લેખ કરાયો કે મીનીસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે દ્વારા તાજેતરમાં પ્રકાશીત રોડ એકસીડેન્ટ ઇન ઇન્ડીયા- ૨૦૧૭ ના  વાર્ષિક રીપોર્ટ મુજબ ૪,૮૦,૬૫૨ રોડ અકસ્માતો થાય છે. ૧,૫૦,૭૮૫ ટ્રાફીકથી મૃત્યુ પામે છે, ૪૯૪૬૨૪ નાગરીકોને ઇજા થઇ છે. દરરોજ ૧૩૧૭ રોડ અકસ્માત થાય છે. ૪૧૩ વ્યકિતઓ મૃત્યુ પામે છે.

બે દિવસીય સેમીનારમાં દિલ્હીના પ્રતિનિધિ અનિલ જોહરી, શ્રીમતી અર્પણ ધવન, શ્રીમતી શોભના હેગડે, એસ.સી. શર્મા, રાજય સરકારના પ્રતિનિધિ સંગીતાસીંગ (મુખ્ય સીચવ અન્ન નાગરીક પુરવઠો), એસ. એન. પાટડીયા, એસ. એસ. વિસાણા, શિવલાલભાઇ બારસીયા (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ) દેશભરમાંથી ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ સાથે સંકડાયેલા ૧૦૦ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

સેમીનારની સંપૂર્ણ વ્યવસ્થા શ્રીમતી રમાબેન માવાણી (માજી સાંસદ), રોટરી કલબ ઓફ રાજકોટના રોટેરીયન અશ્વિનભાઇ લોઢીયા (સ્ટ્રકચર એન્જીનીયર), સેક્રેટરી રોટેરીયન પરેશભાઇ કાલાવડીયા વગેરેએ સંભાળેલ.

(3:41 pm IST)