Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ફોરેસ્ટ ઓફિસર સહિતે માર માર્યાનો આક્ષેપ જુનાગઢના પૂર્વ લાયન ટ્રેકરને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૮: જુનાગઢના આંબેડકરનગરમાં રહેતાં અને અગાઉ ડુંગરપુર જંગલમાં લાયન ટ્રેકર તરીકે કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં અને ગત ૧૧/૧૨ના રોજ ગેરકાયદે સિંહ દર્શન કરાવ્યાના આરોપસર નોકરીમાંથી કાઢી મુકાયેલા કિશોર દુદાભાઇ મહિડા (ઉ.૩૫) નામના દલિત યુવાનને ૨૪મીએ ફોરેસ્ટ ઓફિસર જે. એ. મિંયાત્રા, કછોટભાઇ સહિતનાએ લાકડી-ઢીકા-પાટુનો માર મારતાં જુનાગઢ સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયેલ છે. કિશોર મહિડાના કહેવા મુજબ ૨૪મીએ જંગલખાતાવાળા ગેરકાયદે સિંહ દર્શન કરાવવા કેટલાક લોકોને લઇને જતાં હોઇ તેનું મેં વિડીયો શુટીંગ કરતાં મારો મોબાઇલ ઝૂંટવવા પ્રયાસ કરી હુમલો કરાયો હતો. જે તે દિવસે પોલીસે આ અંગે ફરિયાદ નોંધી હતી. (૧૪.૫)

 

(11:55 am IST)