Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સોખડા પાસે જનાવર આડુ પડતા છકડો પલ્ટી જતા દેવાભાઇનું મોત

રાજકોટઃ તાલુકાના ધમલપરમાં રહેતા દેવાભાઇ અજમલભાઇ  જખાણીયા (ઉ.વ. ૪પ) પોતાની જીજે ૩ એકસ પ૪૭ નંબરની  છકડો રીક્ષા લઇને જતા હતા ત્યારે સોખડાથી  ધમલપર જતા રોડણ્ પર ઇંટોના ભઠ્ઠા પાસે કોઇ જનાવર આડુ ઉતરતા દેવાભાઇ તેને બચાવવા જતા રીક્ષા પલ્ટીખાઇ જતા તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.એલ ખટાણા એ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)