Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

શ્રમજીવી સોસાયટીમાં જુગાર રમતા મહિલાઓ સહિત ૬ પકડાયા

રાજકોટઃ થોરાળા  પોલીસ મથકના એએસઆઇ ડી.કે. ડાંગર  તથા ધીરૃભાઇ સહિતે બાતમીના આધારે શ્રમજીવીસોસાયટી શેરી નં. ૩ માં રહેતી કાંતા કનકભાઇ ઉપરા(ઉ.વ. પ૦)ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક કાંતા તથા ગોંડલના ભગવતી પરા શેરી નં. ૩૩-૮ ની આરતી ઉર્ફે નીલમ  ઉર્ફે રેશ્મા નરશીભાઇ સાકરીયા(ઉ.વ. ર૮)  જામનગર રોડ માધાપર શકિત સોસાયટી શેરી નં.૧ ની બીના રાજુભાઇ શર્મા (ઉ.વ. ર૯) જંકશન મેઇન રોડ શાંતી કલીનીક સામે શેરી નં. ૧પ ની  હસુમતી ઉર્ફે અસ્મીતા જતીનભાઇ રાવલ(ઉ.વ. ૩ર) કાલાવડ રોડ જીવરાજ પાર્ક શુકન એપાર્ટમેન્ટ સી-૧૦૧ ની મીતલ પંકજભાઇ ડોબરીયા (ઉ.વ.ર૯) અને ટંકારાના મીતાણાનોમહેશ લાલજીભાઇ પારધી ને તીનપત્તીનો જુગાર રમતા પકડી લઇ રૂ. ૩ર૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)