Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાજકોટમાં પાણીનાં વધુ બે ફીલ્ટર પ્લાન્ટ મંજૂર

રૈયાધાર અને જેટકો ચોકડીએ પ૦ એમ.એલ.ડી.નાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોજેકટો 'અમૃત યોજના' હેઠળ મંજૂરઃ જૂના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોની ર્જ્જરીત મશીનરી બદલાવવા પ.૬૪ કરોડ મંજૂર કરતી સરકારઃ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની દ્વારા વિગતો જાહેર

રાજકોટ,તા.૨૧: રાજય સરકારની સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવા માટેનો પ્રોજેકટ અને રૈયાધાર તથા જેટકો ચોકડી ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગેના બે પ્રોજેકટ સરકારશ્રીની અમૃત યોજના હેઠળ મંજુર કરવામાં આવેલ હોવાનું માન. મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે જાહેર કરેલ છે.

સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.)ની ગઈકાલે મળેલી બેઠકના એજન્ડામાં આ ત્રણ પ્રોજેકટ જ હતાં અને કમિટી દ્વારા આ ત્રણેય પ્રોજેકટને મંજુરી આપી દેવામાં આવી હતી. દરમ્યાન પોપટપરા પમ્પિંગ સ્ટેશનનની મશીનરી અપડેટ કરી તેની ક્ષમતામાં વૃદ્ઘિ કરવા માટેનો પ્રોજેકટ સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી(એસ.એલ.ટી.સી.)ની હવે પછી મળનારી બેઠકના એજન્ડામાં સામેલ થશે. રૂ. ૨૨ કરોડના આ પ્રોજેકટ અંગે કમિટીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

આ અંગે મેયરશ્રી અને કમિશનરશ્રી એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો પૈકી છ ત્રીસેક વર્ષ જુના હોઈ તેની પમ્પિંગ મશીનરી બદલવાની આવશ્યકતા ઉભી થઇ હતી. પમ્પિંગ મશીનરી જુનવાણી હોવાને કારણે તેમાં વિજળી ખર્ચ વધતો હતો અને પમ્પિંગ ક્ષમતા પણ ઓછી થઇ ગઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાએ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈને છ જુના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવા પ્લાનિંગ કરી આ પ્રોજેકટ રાજય સરકારશ્રીની સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટી (એસ.એલ.ટી.સી.) સમક્ષ રજુ કરેલ હતો. સ્ટેટ લેવલ ટેકનિકલ કમિટીઙ્ખ ની ગઈકાલે મળેલી એક બેઠકમાં આ પ્રોજેકટની ગહન ચર્ચા થઇ હતી અને તેના નિષ્કર્ષ રૂપે કમિટી દ્વારા રૂ. ૫.૬૪ કરોડના ખર્ચનો અંદાજ ધરાવતા આ પ્રોજેકટને મંજુરી આપી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે છ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની મશીનરી બદલવાની આવશ્યકતા છે તેમાં, બેડીપરા પમ્પિંગ સ્ટેશન, બેડીનાકા પમ્પિંગ સ્ટેશન, ગીત ગુર્જરી પમ્પિંગ સ્ટેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ પમ્પિંગ સ્ટેશન, કાલાવડ રોડ પર ગાયત્રી મંદિર પાસેના પમ્પિંગ સ્ટેશન અને પેડક રોડ પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પમ્પીંગ મશીનરી ૧૯૮૪ થી ૧૯૯૪ના દસકા દરમ્યાન વસાવવામાં આવી હતી. આમ ત્રીસેક વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત્ત્। રહેલી આ પમ્પીંગ મશીનરીની ક્ષમતામાં પણ કાળ ક્રમે દ્યટાડો થયો છે, ઉપરાંત વિજળી ખર્ચમાં પણ વધારો થયો છે. જોકે અમૃત યોજનાઙ્ખ હેઠળ આ મશીનરી બદલવામાં આવ્યા બાદ તેની ક્ષમતા તો વધશે જ સાથોસાથ વિજળી ખર્ચમાં પણ બચત થઇ શકશે.

રૈયાધાર તથા જેટકો ચોકડી ખાતે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

અમૃત યોજના અંતર્ગત રૈયાધાર ખાતે હયાત ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં રૂ.૩૦.૧૪કરોડના ખર્ચ નવો ૫૦ એમ.એલ.ડી  ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રકારના બનાવવાના કામ અંગે તા.૨૦ જુલાઇ ના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ આ  મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.જેમાં ફિલ્ટર બેડને  બેક-વોશ કરતા તેમાંથી નીકળતું બેક-વોશનું પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે. આ પ્લાન્ટ સંપૂણ ર્પણે  આધારીત થશે. આ પ્લાન્ટથી મુખ્યત્વે વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨ તથા ૧૩ના વિસ્તારને પાણી સપ્લાય થશે.તેમ મેયર તથા મ્યુનિ.કમિશ્નરે અંતમાં જણાવ્યુ હતુ.(પ-૩ર)

 

(10:18 am IST)