Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાજકોટમાં ઝરમરઃ સૌરાષ્ટ્રમાં મંગળવારથી વરસાદનું જોર વધશે

રાજકોટ શહેરમાં રાત્રીના જોરદાર ઝાપટુ પડયા બાદ સવારે ઝરમરઃ સવાર સુધીમાં ૬.૩મી.મી. પાણી પડયુઃ બંગાળની ખાડીમાં વેલમાર્ક લોપ્રેસર આવતા ૪૮ કલાકમાં ડીપડીપ્રેશનમાં પરિવર્તીત થશે જે ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધશેઃ હાલ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૨૧: સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટયું છે. પરંતુ પાણી હજુ ઓસર્યા નથી. ત્યારે બંગાળની ખાડીવાળી એક સિસ્ટમ્સ મજબૂત બની છે. જેની અસરથી આગામી ચારેક દિવસમાં ફરી મેઘમહેર જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે દિવસ દરમ્યાન મેઘરાજાએ પોરો ખાધા બાદ રાત્રીના બારેક વાગ્યાથી આસપાસ એક જોરદાર ઝાપટુ વરસ્યા બાદ મોડીરાત સુધી ધીમીધારે ચાલુ રહ્યો હતો. ફરી વ્હેલી સવારે શરૂ થઈ ગયો હતો. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક વોલમાર્ક લો પ્રેસર બન્યું છે. જે આવતા ૪૮ કલાકમાં ડીપડીપ્રેશનમાં પરીવર્તીત થશે અને ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધશે. જેની અસરથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. હાલમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું ચાલુ રહેશે.

રાજકોટ શહેરમાં ગઈકાલે સૂર્યનારાયણ ભગવાને દર્શન દીધા હતા. મોડીરાતના સાડાબાર વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. બાદમાં મોડીરાત સુધી ધીમીધારે સતત ચાલુ રહયો હતો. આજે સવારે પણ ધીમીધારે  ચાલુ રહ્યો હતો. ગતરાતથી આજ સવાર સુધીમાં ૬.૩ મી.મી. પાણી પડ્યું છે. જયારે મોસમનો કુલ ૪૧૧.૩ મી.મી. (૧૬.૪૪ ઈંચ) વરસાદ નોંધાયો છે.

(11:47 am IST)