Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

૩.પ૦ લાખના ચેક રીટર્ન કેસમાં નિવૃત એ.એસ.આઇ.ને એક વર્ષની સજાનો હુકમ

ચેકની રકમ ચુકવવા તથા આ રકમ ન ચુકવે તો વધુ છ મહિનાની સજાનો હુકમઃ એડવોકેટ ડી.ડી. મહેતા, રાજેન્દ્રસિંહ એચ.ઝાલા તથા દિલીપભાઇ જોષીની દલીલો માન્ય રખાઇ

રાજકોટ, તા., ૨૧: ચેક રીટર્નના કેસમાં સીટી પોલીસના નિવૃત એએસઆઇને એક વર્ષની સજા તથા ચેકની રકમ રૂ. ૩.પ૦ લાખ ચુકવવાનો કોર્ટએ હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે આ કામના આરોપી ગાંધીગ્રામના ૪-શ્યામનગરમાં રહેતા નિવૃત એએસઆઇ મીઠાલાલ ટપુભાઇ સુરેજાએ તેમની બાજુમાં જ રહેતા ફરીયાદી હરેશ અમરૂભાઇ વાળા પાસેથી મિત્રતાના દાવે રૂ. ૩.પ૦ લાખ હાથ ઉછીના લીધા હતા અને તે અંગેની પ્રોમીસરી નોટ તથા ચેક ફરીયાદી જોગ લખી આપેલ હતો તે ચેક વસુલાત વગર પરત ફરેલ. જેથી આરોપી મીઠાલાલ ટપુભાઇએ ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત લીગલ નોટીસ પાઠવી હતી તેમ છતા આરોપીએ ચેક મુજબની રકમ ન ચુકવતા આરોપી સામે ફરીયાદીએ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ.ઝાલા, દિલીપભાઇ જોષી તથા અક્રમ બેલીમ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજુ કરાઇ હતી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ રજુ કરાયા હતા. કોર્ટે ફરીયાદી તરફે રજુ થયેલ પુરાવાઓ તેમજ એડવોકેટ દ્વારા કરવામાં આવેલ રજુઆત તથા દલીલો માન્ય રાખી આરોપી મીઠાલાલ ટપુભાઇ સુરેજા (નિવૃત એએસઆઇ) સામેનો કેસ સાબીત માની જયુ. મેજી. શ્રી એન.એચ.વસવેલીયાએ આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ રૂ. ૩.પ૦ લાખ ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે. આ રકમ આરોપી ન ચુકવે તો વધુ છ મહિનાની સજાનો હુકમ ફરમાવેલ છે. (૪.૧૩)

(3:59 pm IST)