Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

બજરંગાડી પાસે ઉંદરમારવાની દવા પી મગનભાઈ પટેલનો આપઘાત

દોઢ વર્ષથી વૃધ્ધાશ્રમમાં રહેતા પટેલ વૃધ્ધ દવા લેવા જવાનું કહી નીકળ્યા'તાઃ ડાયાબીટીસની બીમારીથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ,તા.૨૧: દોઢસો ફૂટ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા પટેલ વૃધ્ધે બજરંગવાડી સર્કલ પાસે ઉંદરમારવાની દવાથી આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા મગનભાઈ મોહનભાઈ ડાભી (પટેલ) (ઉ.વ.૭૦) ગઈકાલે' સિવિલ હોસ્પિટલે દવા લેવા જવાનું કહી વૃધ્ધાશ્રમેથી નિકળ્યા બાદ તેણે બજરંગવાડી સર્કલ પાસે ઉંદર મારવાની દવાથી લેતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક મગનભાઈ થાનની એક હોટલમાં કામ કરતા હતા. દોઢ વર્ષ પહેલા હોટલના કર્મચારી તેને રાજકોટ દોઢસો ફૂટ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં મુકી ગયા હતા. તેને ઘણા સમયથી ડાયાબીટીસની બીમારી હોઈ તેથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ઓ.જે.ચીકલા તથા રાઈટર પરાક્રમસિંહ ઝાલાએ કાર્યવાહી કરી હતી.(૩૦.૭)

 

(2:34 pm IST)