Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટમાં શાળા-કોલેજો રાબેતા મુજબ પરંતુ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

રાજકોટ, તા. ૧૭ :. ગઈકાલે રાજકોટમાં પડેલા ૭ ઈંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે આજે મોટાભાગની શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી.ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓની હાજરી શાળા-કોલેજોમાં પાંખી જોવા મળી હતી. બહારગામથી આવતા છાત્રો આજે ભારે વરસાદની આગાહી અને મેઘાવી માહોલને  પગલે  સ્કૂલે જ  આવ્યા ન હતા.

(4:36 pm IST)