Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મહીલા સ્વીમીંગપુલમાં ઓન-લાઇન સભ્યપદ નોંધણમાં ધાંધિયાઃ કોંગ્રેસ

બહેનોને ઉંધા ચશ્મા પહેરાવતુ તંત્રઃ વશરામભાઇ સાગઠીયાને આક્ષેપ

રાજકોટ, તા.૧૭: મ્યુ. કોપોરેશન દ્વારા નવનિએક્ષ મહીલા સ્વીમીંગપુલમાં ઓનલાઇન સભ્યપદ નોંધણીયા જબરા ધાંધિયા સર્જાયા હોવાનું વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનતામાં જણાવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ગત તા.૧૬ના અખબારીમાં જણાવ્યું છે કે રાજકોટમાં પ્રથમ મહિલા સ્વીમીંગપુલના સભ્ય બનવા માટે WWW.rmc. gov.in પર ઓનલાઈન નોંધણી શરુ કરવામાં આવેલ છે અને આ પ્રક્રિયાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.

જેના અનુસંધાને આજરોજ વિરોધપક્ષ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓ વશરામભાઇ સાગઠીયાને ઇન્કવાયરી માટે મળવા આવ્યા હતા અને આ ઓનલાઈન પ્રક્રિયામાં કઈ જ બતાવતું નથી તેવી ફરિયાદ કરેલ હતી જેના પગલે કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે મનપાની વેબસાઈટ ચેક કરતા આવી કોઈ જ માહિતી ન મળતા વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા આ બાબતે ગંભીરતા પૂર્વક નોંધ લેવા અને તાત્કાલિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવા મ્યુનિસિપલ કમિશનર ને પત્ર પાઠવ્યો છે અને આવી ગંભીર ક્ષતિના રહે તે માટે તાકીદ પણ કરેલ છે. વધુમાં વિપક્ષીનેતાએ જણાવ્યું છે કે આ સ્માર્ટ સીટીની વાતો વચ્ચે અને સ્માર્ટ સમીટની મીટીંગો અને સ્માર્ટ તાયફા કરવાની બદલે આ મહિલા સ્નાનાગાર એક માસ વિનામુલ્યે ચાલુ કરવો જોઈએ અને બે-બે ઙ્ગમાસ સુધી આ સ્નાનાગાર ધૂળ ખાતો હોય અને ચકલુંય ફરકતું ન હોય તો રાજકોટની મહિલાઓને આ સ્નાનાગાર વિનામુલ્યે લાભ આપ્યો હોત તો આજે રજીસ્ટ્રેશન માટે અને નવી બેચ ની રાહ નો જોવી પડત તેવો આક્ષેપ વિપક્ષનેના વશરામભાઇએ કર્યો છે.

(4:34 pm IST)