Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટની સગીરાના બળાત્કાર કેસમાં સહ આરોપીના આગોતરા જામીન નામંજુર

આરોપી સામે મદદગારી કર્યાનો કેસ છેઃ અદાલત

રાજકોટ તા.૧૭: અત્રેની ૧૬ વર્ષ ૮  માસની સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર મુખ્ય આરોપીને મદદગારી કરવાના ગુનામાં ચેતન બાબુ માલાએ આગોતરા જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૫/૫/૧૮ નાં રોજ આ કામનો મુખ્ય આરોપી દિનેશ  વકતા વાંક અપહરણ કરીને સગીરાને મવડી વિસ્તારમાંથી જૂનાગઢ તરફ લઇ ગયો હતો અને સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ગુનામાં હાલના આરોપી ચેતન બાબુએ મદદગારી કર્યાનું ખુલતા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરવાની તજવીજ કરતાં આરોપી ચેતને આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ અનિલભાઇ ગોગીયાએ રજૂઆત કરેલ કે, આરોપી સામે મુખ્ય આરોપીને આર્થિક મદદગારી કર્યાનો પ્રથમ દર્શનીય કેસ હોય આરોપીની આગોતરા જામીન અરજીને રદ  કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યોને લઇને સેસન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજીને રદ કરી હતી આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. અનિલભાઇ ગોગીયા રોકાયા હતા. (૧.૨૫)

(4:25 pm IST)