Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બેન્ક ઓફ બરોડા રાજકોટ ક્ષેત્ર દ્વારા એમએસએમઇ મીટ યોજાઇ

રાજકોટ : ભારત સરકારના નાના મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બેન્ક ઓફ બરોડા રાજકોટ ક્ષેત્ર દ્વારા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે એક મીટીંગનું આયોજન રાજકોટની પ્લેટિનમ હોટેલ ખાતે કરવામાં આવ્યું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ રમેશ ટીલાળાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ર૦૦થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. બેન્ક ઓફ બરોડાના ઉતર ગુજરાત વિભાગના ઝોનલ હેડ શ્રી કે.વી. તુલસીબાગવાલેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બેન્કના ઉચ્ચ અધિકારીઓએ શ્રી એ.કે. ગુગ (ડેપ્યુટી ઝોનલ હેડ), શ્રી આર.એન. રીંગસિયા (રિજીયન હેડ, રાજકોટ), શ્રી જગજીતકુમાર (ડીઆરએમ, રાજકોટ ક્ષેત્ર) વગેરેએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. જનરલ મેનેજરશ્રી તુલસીબાગવાલે એ ઉપસ્થિત ઉદ્યોગકારોને બેન્ક તરફથી તમામ સહાય તેમજ માર્ગદર્શનની ખાતરી આપી હતી. ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી રમેશ ટીલાળાએ બેન્કમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો અને સરકારની ઉપલબ્ધ સુવિધાનો લાભ ઉદ્યોગકારો લેશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું સમાપન એસએમઇ લોન ફેકટરી રાજકોટના શ્રી અનિલ સુલેખ (આસી. જનરલ મેનેજમર, એસએમઇ લોન ફેકટરી રાજકોટ)ની આભાર વિધિ સાથે થયું હતું.

(4:12 pm IST)