Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ.પૂ.વિરાગ સાગરજી મ.સા.નો પાલિતાણામાં ચાતુર્માસ પ્રવેશ

માંસાહાર ભોજન વિરૂધ્ધ સંઘ દ્વારા મહાતપ - આરાધના

 રાજકોટઃ તા.૧૭, પ.પૂ. પન્યાસ વિરાગસાગરજી મ.સાના સંયમ જીવનના ૨૭ વર્ષ પુર્ણ થતા રાજનગરમાં પ્રથમવાર ચાતુર્માસ પ્રવેશ સોલામાં આવેલ જૈન શ્વેતાંબેર મૂર્તિ પુજક દેરાસર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે  વાજતે ગાજતે સોલા વિસ્તારમાં ભવ્ય વરઘોડો કઢાયો હતો.

 સમગ્ર ચાતુર્માસ દરમિયાન મહારાજ સાહેબ દ્વારા વ્યાખ્યાન ને બેસણા કરવામાં આવશે. જૈન શ્વેતાંબેર મુર્તિ પુજક સંઘ દ્વારા સમગ્ર ચાતુર્માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. જેમા ખાસ કરીને શત્રુજન્ય તીર્થ ધામ એટલે કે પાલિતાણામાં માંસાહારી ભોજનનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહયું છે. તેને અટકાવવા માટે સોલા  જૈન શ્વેતાંબર મુર્તિ પુજક સંઘ દ્વારા આરાધના અને મહાતપ કરવામાં આવશે.

 આ તપ ૪૧ દિવસનું હશે જેમાં ૨૧ દિવસ ઉપવાસ અને ૨૦ દિવસ બેસણા કરવામાં આવશે. આ ઉપરાંત મહામુકત નવકાર જાપ, ચોમાસી ચૌદશની અદભુત આરાધના, કુરુપાલ મહારાજ ની ૧૮૦૦ સામુહિક સાધના, વન ડે યુવા શિબિર જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે.

(4:04 pm IST)